SSP પ્રયાગરાજની ઓફિસમાં જાહેર સુનાવણી દરમિયાન એક મહિલા દ્વારા ઝેર પી લેવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે. મહિલા દ્વારા ઝેર પી લીધાની માહિતી મળતા જ SSP ઓફિસમાં હોબાળો મચી ગયો હતો. ત્યાર બાદ પોલીસની ડાયલ 112 વાન પર ફોન કરતા મહિલાને સારવાર માટે SRN હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મહિલાને SRN હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં તેની હાલત ખતરાથી બહાર હોવાનું સામે આવ્યું છે.
ઝેર પીનાર મહિલા વિશે જાણવા મળ્યું છે કે, 50 વર્ષીય મહિલા દુષ્કર્મ પીડિતાની માતા છે. તે ધૂમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કાલિંદીપુરમની રહેવાસી છે. મહિલાએ તેની પુત્રી પર દુષ્કર્મની ફરિયાદ ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસમાં દુષ્કર્મના સગીર આરોપી હર્ષ મિશ્રાને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ દરમિયાન આરોપી છોકરાની બહેને પણ પીડિતાના પક્ષે ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં છેડતીનો કેસ નોંધાવ્યો છે. જેના કારણે પરેશાન પીડિતાની માતા પોલીસ સ્ટેશન ગયા બાદ નારાજ થઈ ગઈ હતા. આ જ કેસમાં દલીલ કરવા માટે આજે તે એસએસપી ઓફિસમાં આવી હતી, પરંતુ કોઈ ખાતરી ન મળતા મહિલાએ એસએસપી ઓફિસની બહાર જ ઝેર પી લીધું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારી હવે સમગ્ર મામલાની તપાસમાં લાગી ગયા છે પરંતુ લોકસુનાવણી દરમિયાન દુષ્કર્મ પીડિતાની માતા દ્વારા ઝેર પી લેતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આખરે કેવા સંજોગોમાં મહિલાએ ઝેર ખાવું પડ્યું. જો કે પોલીસ લોકસુનાવણી દ્વારા લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના ઊંચા દાવા કરે છે પરંતુ આ મામલામા પોલીસનો કોઈ પણ અધિકારી કંઈપણ બોલવા તૈયાર નથી.