ઉત્તર પ્રદેશના કુશીનગરમાં મોટી દુર્ઘટના સમાચાર સામે આવ્યા છે. લગ્ન સમારોહના આયોજન દરમિયાન પીઠી ચોળવાની રસ્મ વખતે કેટલીક મહિલાઓ કૂવામાં પડી ગઈ હોય હોવાની મોટી દુર્ઘટના સામે આવી છે. તેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. જ્યારે આ દુર્ઘટનામાં 13 જેટલી મહિલાઓના મોત નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે.
તેની સાથે જાણવા મળ્યો છે કે, મહિલાઓ પીઠી ચોળવા માટે કૂવા પર લાગેલી જાળી પર ઉભેલી હતી. તે દરમિયાન અચાનક કૂવામાં લાગેલી લોખંડની જાળી તૂટી જતા મહિલાઓ કુવામાં ટપાટપ પડી ગઈ હતી. જેના લીધે આ પ્રસંગ માતમ છવાઈ ગયો હતો. જ્યારે આ ભયંકર દુર્ઘટનામાં કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ મથકની હદમાં આવેલ નૌરંગિયા સ્કૂલ ટોલામાં સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે જાણવા મળ્યું છે કે, અકસ્માતની જાણ થતા જ પોલીસના તમામ ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ તેમના દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને જ્યાં તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ મથકની હદમાં આવેલ કૂવામાં પડવાની ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કાર્ય શરૂ કરવાની સાથે અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા હતા. તેની સાથે કુશીનગરના ડીએમએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કૂવામાં પડવાના કારણે મહિલાઓના મોત નીપજ્યા છે. જ્યારે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.