દેશ

10મા, 12માની ઑફલાઇન બોર્ડ પરીક્ષાઓ રદ કરવાની અરજી સાંભળવા તૈયાર, સુપ્રીમ કોર્ટ

10મા, 12માની ઑફલાઇન બોર્ડ પરીક્ષાઓ રદ કરવાની અરજી સાંભળવા તૈયાર, સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ (Supreme Court) દેશભરમાં 10મા અને 12માની બોર્ડની ઓફલાઈન પરીક્ષા (Offline Examinations) ઓ રદ કરવાની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. CJI જસ્ટિસ એનવી રમના (Justice NV Ramana) એ કહ્યું કે જસ્ટિસ એએમ ખાનવિલકરની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. વકીલ પ્રશાંત પદ્મનાભને બેન્ચને જણાવ્યું કે આ અરજી ધોરણ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા સાથે જોડાયેલ છે.

અરજીમાં તમામ રાજ્ય બોર્ડ, CBSE અને ICSEની 10મા અને 12મા બોર્ડની શારીરિક પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડને કારણે શારીરિક રીતે વર્ગો થયા નથી, તેથી ઑફલાઇન પરીક્ષાઓને બદલે ઑનલાઇન પરીક્ષા યોજવામાં આવે. તેના પર CJI એ કહ્યું કે બરોબર છે આ અંગે જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચ સમક્ષ લિસ્ટ કરવામાં આવશે.

વકીલ અને બાળ અધિકાર કાર્યકર્તા અનુભા સહાય શ્રીવાસ્તવે પણ અરજી દાખલ કરીને ઑફલાઇન પરીક્ષાને બદલે વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા પરિણામ આપવાની માંગ કરી છે. યાચિકામાં બધા બોર્ડને સમયસર પરિણામ જાહેર કરવા માટે નિર્દેશ આપવા અને વિવિધ પડકારોનો સામનો કરવાને કારણે રિફોર્મ પરીક્ષાનો વિકલ્પ આપવાની પણ માંગ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે CBSE, ICSE, NIOS અને રાજ્ય બોર્ડના ધોરણ 10, 11, 12 ના વિદ્યાર્થીઓ માટે ઑફલાઇન પરીક્ષાને બદલે મૂલ્યાંકનની વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવા માટે નિર્દેશ આપે. આ ઉપરાંત જે લોકો આંતરિક મૂલ્યાંકનથી સંતુષ્ટ નથી તેમના માટે એક રિફોર્મ પરીક્ષા યોજવવા પણ આદેશ કોર્ટે આપે.

અરજીમાં કમ્પાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેની ફોર્મ્યુલા નક્કી કરવા માટે એક નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ જાહેર કરવા માટે એક આદેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડના કારણે શારીરિક રીતે વર્ગો ન યોજાયા, આવી સ્થિતિમાં બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવે.

અરજીમાં વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશની તારીખ જાહેર કરવા માટે એક સમિતિની રચના કરવા માટે UGC ને આદેશ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago