રમત ગમત

ભારત-શ્રીલંકાની પ્રથમ T20માં સ્ટેડિયમ ખાલી રહેશે, પરંતુ છેલ્લી બે મેચમાં 50% દર્શકોને મળશે એન્ટ્રી

ભારત-શ્રીલંકાની પ્રથમ T20માં સ્ટેડિયમ ખાલી રહેશે, પરંતુ છેલ્લી બે મેચમાં 50% દર્શકોને મળશે એન્ટ્રી

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચમાં ચાહકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે નહીં. લખનૌમાં યોજાનારી આ મેચમાં દર્શકોને પ્રવેશની પરવાનગી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં આ મેચ ચાહકો વગર રમાશે. તેમ છતાં ધર્મશાલામાં યોજાનારી શ્રેણીની છેલ્લી બે મેચોમાં ક્રિકેટ ચાહકો ચોક્કસપણે જોવા મળશે. અહીં સ્ટેડિયમમાં 50% દર્શકોને પ્રવેશની મંજૂરી મળી ગઈ છે.

ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. અહીં ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ અને પાંચમા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ થવાનું છે. આવી સ્થિતિમાં, લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં યોજાનારી ભારત-શ્રીલંકા T20 મેચમાં ચાહકોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) ના સચિવ પ્રદીપ ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, BCCI તરફથી મળેલી સૂચના મુજબ લખનૌમાં 24 ફેબ્રુઆરીએ યોજાનારી T20 મેચ દર્શકો વગર રહેશે.

ધર્મશાળામાં ટિકિટનું વેચાણ શરૂ

ભારત-શ્રીલંકા શ્રેણીની છેલ્લી બે મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાવવાની છે. આ મેચોની ટિકિટનું વેચાણ શનિવારથી શરૂ થઈ ગયું છે. જેમાં 50 ટકા ચાહકોને એન્ટ્રીની પરવાનગી આપવામાં આવી છે.

ટી-૨૦ શ્રેણી માટેની ભારતીય ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુવજેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ અને અવેશ ખાન.

T20 શ્રેણી માટે શ્રીલંકાની ટીમ આ પ્રકાર છે : દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, દિનેશ ચાંદીમલ, ચરિથ અસાલંકા, પથુમ નિસાંકા, ધનુષ્કા ગુણાથિલાકા, વાનેંદુ હસરાંગા, ચામિકા કરુણારત્ને, કામિલ મિશારા, જનાથ લિયાનાગે, જનથ લિયાનાગે, લાહિરુ કુમારા, દુષ્મતા ચમીરા, મહીશ તીષ્ણા, જેફરી વેન્ડરસે, પ્રવીન જ્યાવિક્રમા, બિનુરા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, આશિયાન ડેનિયલ

[quads id=1]

Related Articles

Back to top button