અમદાવાદની IPL ટીમનું નામ સામે આવ્યું, આ પ્રકાર છે તમામ 10 ટીમોના નામ
અમદાવાદની IPL ટીમનું નામ સામે આવ્યું, આ પ્રકાર છે તમામ 10 ટીમોના નામ
IPL ની 15 મી સિઝનમાં 10 ટીમો રમવા જઈ રહી છે. છેલ્લી કેટલીક સીઝનમાં 8 ટીમો ટુર્નામેન્ટની ભાગ લઇ રહી હતી પરંતુ હવે વધુ બે ટીમોને ઉમેરવામાં આવી છે. જેમાં એક ટીમ લખનૌની હતી, જ્યારે બીજી ટીમ અમદાવાદની હતી. લખનૌની આઈપીએલ ટીમનું ઓફીશીયલ અને લોકોની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હવે અમદાવાદની આઈપીએલની ટીમનું નામ પણ સામે આવી ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદની IPL ફ્રેન્ચાઇઝીના માલિકો દ્વારા આ ટીમનું નામ અમદાવાદ ટાઇટન્સ રાખવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે લખનૌની IPL ફ્રેન્ચાઈઝીના માલિકોએ લખનૌ સુપર જાયન્ટ્સ નામ આપ્યું છે. લખનૌ ટીમની વાત કરીએ તો તે આરજી સંજીવ ગોએન્કા ગ્રૂપની માલિકીની છે, જ્યારે અમદાવાદની IPL ટીમ Ahmedabad Titans ની માલિકી CVC કેપિટલ્સ પાસે રહેલીછે. તમને જણાવી દઈએ કે, લખનૌની ટીમે તેનું નામ રાખવા માટે ચાહકોની સલાહ લીધી હતી, જ્યારે અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ નામ રાખવા માટે એક ફર્મને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એવો રિપોર્ટ સામે આવ્યો હતો.
તેની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ સુપર જાયન્ટ્સ અને અમદાવાદ ટાઇટન્સ ટીમ IPL 2022 માં ભાગ લેશે. યુપીની ટીમ પ્રથમ વખત IPL રમશે, જ્યારે ગુજરાતની ટીમ આ પહેલા IPL રમી ચુકી છે. ગુજરાત લાયન્સના નામની IPL ટીમ હતી, જે હવે ટુર્નામેન્ટની ભાગ નથી. ગુજરાત લાયન્સે 2016 અને 2017માં IPL રમી હતી.