ઉત્તર પ્રદેશના રામપુરમાં એક અરેરાટી ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પત્ની સાથે ક્રૂરતાની બધી મર્યાદાઓ પાર કરી દીધી. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતાં તેણે પત્નીને જબરદસ્ત માર માર્યો એટલું જ નહીં પરંતુ તેના હાથ અને પગ બાંધી તેના મોંમાં કાપડ નાખી અને ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટ પર તાંબાના વાયરથી ટાંકા લીધા. હાલ પત્નીની હાલત નાજુક છે. આ મામલે પોલીસે પતિની ધરપકડ કરી છે.
ઘટના રામપુરના મિલક પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંના ગામમાં રહેતો એક યુવાન મજૂરી કામ કરે છે. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. પત્નીએ કહ્યું કે લગ્ન પછીથી જ તેના પતિની હરકતો વિચિત્ર હતી. પતિ સતત તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. તેને કોઈ પણ વ્યક્તિ સાથે વાત ન કરવા દેતો હતો. તેનો મોબાઈલ પણ ચેક કરતો રહેતો હતો અને હંમેશા તેના પર નજર રાખતો હતો. પત્નીએ કહ્યું કે દિવસે દિવસે તેનો પતિ વધુ શંકા કરવા લાગ્યો હતો અને આ કારણે સતત મારઝૂડ પણ કરતો હતો. તે સતત શંકા દર્શાવતો કે તેના ગયા પછી મારું પાછળથી કોઈની સાથે ચક્કર ચાલે છે.
આ જ વિવાદમાં હાલમાં ફરી એકવાર પતિએ ઉગ્ર થઈને પત્નીને રૂમમાં બંધ કરી દીધી હતી અને ભારે માર માર્યો હતો. પત્નીને માર માર્યા પછી તેણે તેને પલંગ પર સુવડાવી અને તેના હાથ-પગ બાંધી દીધા અને મોમાં કાપડાનો ડૂચો ભરાવી દીધો જેથી તે ચીસો ન પાડી શકે. હેવાન પતિએ ઇલેક્ટ્રિક વાયરની અંદરથી તાંબાનો તાર કાઢ્યો અને તે પછી તેનાથી પ્રાઈવેટ પાર્ટ સીવ્યો. પત્નીએ કહ્યું કે તેને અસહ્ય પીડા થઈ રહી હતી પણ તે ચીસો પાડી શકતી નહોતી. તેના પ્રાઈવેટ પાર્ટ પર ટાંકા લીધા પછી પતિ તેના હાથ-પગ ખોલીને ભાગી ગયો હતો.
જતા પહેલા પતિએ મહિલાને ધમકી પણ આપી હતી કે કોઈને આ અંગે જણાવશે નહીં નહીંતર વધુ ખરાબ હાલત થશે. પત્નીએ કહ્યું કે તે પીડાથી કણસી રહી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. તેણે તેની માતાને ફોન કરી આ ઘટનાની જાણકારી આપી. તેના પરિવારના સભ્યો પહોંચ્યા હતા અને મહિલાને હોસ્પિટલમાં લઈ ગયા હતા. લોકોએ પોલીસને જાણ કરી.
પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કેસ નોંધીને તેના પતિની શોધખોળ શરૂ કરી હતી. એસપી શગુન ગૌતમે જણાવ્યું હતું કે માહિતી મળતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને એફઆઈઆર દાખલ કરી હતી. તેમજ હોસ્પિટલમાં જઈને મહિલાનું નિવેદન નોંધ્યું હતું. જેના આધારે મહિલાના પતિની ધરપકડ કરવા દરોડા પાડવામાં આવ્યા હતા અને મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…