રમત ગમત

ભારત-શ્રીલંકા વચ્ચે આજે રમાશે પ્રથમ ટી-૨૦ મેચ, ઘરેલું મેદાન પર ટીમ શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ છે શાનદાર

T-20 સીરીઝની પ્રથમ મેચ માટે ભારત અને શ્રીલંકાની ટીમો સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે આ મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ મેચ જીતીને હોમ ગ્રાઉન્ડ પર શ્રીલંકા સામે 6 વર્ષનો વિનિંગ ટ્રેક જાળવી રાખવાનો રહેશે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયા છેલ્લા 6 વર્ષથી હોમ ગ્રાઉન્ડ પર શ્રીલંકા સામે એક પણ મેચ હારી નથી. છેલ્લી વખત શ્રીલંકાએ 2016 માં અહીં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. ત્યારથી શ્રીલંકા 8 મેચમાં જીત્યું નથી.

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 22 T20 મેચ રમાઈ છે. તેમાં ભારતે 14 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાએ 7 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. એક મેચ અનિર્ણિત છે. તેમાં 22 માંથી 11 મેચો ભારતીય મેદાન પર રમાઈ હતી. જયારે 11 માંથી શ્રીલંકાને માત્ર 2 મેચમાં જ જીત પ્રાપ્ત થઈ છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી T-20 સીરીઝ જુલાઈ 2021 માં રમાઈ હતી. આ સીરીઝની ત્રણેય મેચ કોલંબોમાં રમાઈ હતી. ભારતીય ટીમે 1-0 ની સરસાઈ મેળવ્યા બાદ સીરીઝ 2-1 થી ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા હવે આ સિરીઝનો પણ બદલો લેવાનો પ્રયત્ન કરશે.

ભારતીય ટીમના ઘણા દિગ્ગજો T-20 સીરીઝથી બહાર છે

ટીમ ઈન્ડિયાના ઘણા મોટા ખેલાડીઓ શ્રીલંકા સામેની આ સીમિત ઓવરોની સીરીઝનો ભાગ નથી. BCCI દ્વારા વિરાટ કોહલી અને ઋષભ પંતને બ્રેક આપવામાં આવ્યો છે. જ્યારે લોકેશ રાહુલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ અને દીપક ચહર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર થયા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે પોતાની બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવાની સારી તક છે. આ ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રેયસ અય્યર, આવેશ ખાન, રવિ બિશ્નોઈ અને દીપક હુડા જેવા યુવા ખેલાડીઓને પણ પોતાની ક્ષમતા બતાવવાની સારી તક મળશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago