બોલિવૂડમનોરંજન

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની પ્રથમ તસ્વીર થઈ વાયરલ

બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા ફરહાન અખ્તર અને અભિનેત્રી શિબાની દાંડેકર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ કપલના લગ્નની પ્રથમ તસ્વીર વાયરલ થઈ ગઈ છે. લગ્નના ફોટોસમાં એક તરફ ફરહાન ખૂબ જ ડેશિંગ જોવા મળી રહ્યા છે જ્યારે શિબાની દાંડેકર ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર તેમના લગ્નના ફોટોસમાં શાનદાર જોવા મળી રહ્યા છે. ફરહાન અખ્તરે લગ્નની ખાસ તક પર કાળો સૂટ પહેર્યો છે, જેમાં તે ધૂમ મચાવી રહ્યા છે. બીજી તરફ, શિબાની લાલ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ જોવા મળી રહી છે. ફરહાન-શિબાની એકસાથે ખૂબ જ ક્યૂટ જોવા મળી રહ્યા છે. ચાહકો પણ આ તસ્વીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્નમાં માત્ર 50 લોકોને હાજરી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ ફરહાન અખ્તર અને શિબાનીના લગ્નના સમાચાર પણ ઝડપથી વાયરલ થઈ ગયા હતા. પ્રી-વેડિંગ સેરેમની હલ્દી અને મહેંદીમાં અનુષા દાંડેકર, અપેક્ષા દાંડેકર, રિયા ચક્રવર્તી, અમૃતા અરોરા, શબાના આઝમી સહિત ઘણા સેલીબ્રીટીઝ જોવા મળ્યા હતા. આ તક પર ફરહાનના ઘરને રંગબેરંગી ફૂલો અને લાઈટ્સથી સજાવવામાં આવ્યુ હતું.

[quads id=1]

Related Articles

Back to top button