અજબ ગજબ

મોરની તિરંગા સાથે નીકળી અંતિમ યાત્રા, શહીદની જેમ મળ્યું સન્માન, જાણો કારણ…

મોરની તિરંગા સાથે નીકળી અંતિમ યાત્રા, શહીદની જેમ મળ્યું સન્માન, જાણો કારણ...

તમે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓના પ્રેમીઓને જોયા જ હશે. પરંતુ તેમના મૃત્યુ પર પણ તમે તેમને એટલો જ પ્રેમ અને આદર સાથે જતા જોયો છે જેવો કોઈ ખાસ વ્યક્તિ સાથે કરવામાં આવે છે. હકીકતમાં, હાલના દિવસોમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોરને ન માત્ર તિરંગામાં લપેટીને તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે પરંતુ તેની શહીદની જેમ સન્માન સાથે આ અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. આ અંતિમ યાત્રા રાજસ્થાનના ઝુંઝુનુમાં કાઢવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ અંતિમ યાત્રામાં જ્યાં મોરને ‘રાજ્ય સન્માન’ આપવામાં આવ્યું, ત્યાં ડીજે પર દેશભક્તિના ગીતોએ લોકોને શોકથી ભરી દીધા હતા. આ અંતિમ યાત્રામાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય પક્ષી મોરની અનોખી અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝુંઝુનુના માંડવા મોડ વિસ્તારમાં એક મોર વીજ કરંટ લાગવાથી ઘાયલ થઇ થયો હતો. મોરને સ્થાનિક લોકો વેટરનરી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે મોરની સારવાર તો કરી પરંતુ તેનો જીવ બચાવી શક્યા ન હતા.

આ કારણે, સન્માન સાથે નીકળી યાત્રા

હકીકતમાં મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ જ કારણ છે કે તેના મૃત્યુ પર લોકોએ નક્કી કર્યું કે તેની અંતિમ વિદાય પણ રાષ્ટ્રીય સન્માન સાથે થવી જોઈએ.

ચાર લોકોએ અર્થીને આપ્યા ખભા

વિસ્તારના કેટલાક વધુ લોકોની મદદથી એક અર્થી (સબ) તૈયાર કરવામાં આવી હતી. આ મોરને શહીદની જેમ તિરંગામાં લપેટીને અંતિમ વિદાય આપવામાં આવી. ચાર લોકોએ આ મોરને કંધી (ખભો) આપ્યો.

ધાર્મિક વિધિ પ્રમાણે થયો અંતિમ સંસ્કાર

એક તરફ, લોકોએ શહીદની જેમ મોરને સન્માન આપવાનું નક્કી કર્યું, તો બીજી તરફ, તેના અંતિમ સંસ્કાર માટે વિધિ-વિધાન નું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું. અંતિમ યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા. રસ્તામાં અનેક લોકોએ મોરને હાથ જોડીને શ્રદ્ધાંજલિ પણ આપી. ઈન્દિરા નગરના સ્મશાનભૂમિમાં મોરના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યા.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago