Online Class ની અસર, બાળકે અંગ્રેજીના આ શબ્દને આપ્યું નવું નામ, Video જોઈને નહીં રોકી શકો હસી
Online Class ની અસર, બાળકે અંગ્રેજીના આ શબ્દને આપ્યું નવું નામ, Video જોઈને નહીં રોકી શકો હસી
આજની દુનિયા સોશ્યિલ મીડિયાની બની ગઈ છે, ત્યારે આ સોશ્યિલ મીડિયા પર લોકો તેમના અવનવી તરકીબો વાયરલ કરતા રહે છે. ત્યારે હાલમાં પણ આવો જે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે એકે નાના બાળકનો વીડિયો છે. ત્યારે આ સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જશે તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી. જેમાંથી ઘણા વીડિયો એવા છે, જે એકદમ ફની હોય છે, અને તેને જોઈને તમે તમારા હાસ્યને રોકી શકતા નથી. જયારે ઘણા એવા પણ વીડિયો આવે છે જે આપણે વિચારવા મજબૂર કરી દે છે અને તમે તમારી આંખો પર વિશ્વાસ પણ કરી શકતા નથી.
હાલમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો એક ઘણો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા લોકો એક વાત કહી રહ્યા છે કે આ ઓનલાઈન ક્લાસની અસર છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બાળક સ્કૂટીની સીટ પર લખેલો શબ્દ વાંચે છે, પરંતુ તેને વધતા જે નવો શબ્દ બોલે છે તે સાંભળીને કોઈ પણ તેમનું હસવું રોકી શકશે નહીં.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક સ્કૂટીના સીટ કવર પર લખેલા અંગ્રેજી શબ્દના અક્ષરો વાંચી રહ્યું છે. બાળક બધા મૂળાક્ષરોની જોડણી યોગ્ય રીતે બોલે છે. પરંતુ તે જે શબ્દો બોલે છે તે સાંભળીને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. ખરેખર, બધા મૂળાક્ષરો બરાબર કહ્યા પછી, બાળક તે શબ્દને સ્કૂટી કહે છે. જ્યારે તમે જોઈ શકો છો કે સીટ કવર પર સ્કૂટી લખેલું નથી, પરંતુ તેના પર જ્યુપિટર લખેલું છે.
જુઓ Video:
વીડિયોને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર comedynation.teb નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, ઘણા લોકોએ ઈમોટિકોન દ્વારા તેના પર પોતાનો પ્રતિક્રિયા આપી છે. કોરોના મહામારીને કારણે, લોકોની આ નવી સામાન્ય જીવનની આ ઑનલાઇન વર્ગની નાના બાળકો પર નકારાત્મક અસર પણ પડી છે.