દેશ

કેન્દ્રની સલાહ, સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ, કોવિડ પ્રતિબંધોમાં છૂટ આપે રાજ્ય સરકાર

કેન્દ્રની સલાહ, સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ, કોવિડ પ્રતિબંધોમાં છૂટ આપે રાજ્ય સરકાર

Coronavirus: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસ સતત 50 હજારથી ઓછા સામે આવી રહ્યા છે. ત્યારે કોરોનાના ઝડપથી ઘટી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને કોવિડ પ્રતિબંધોમાં ફેરફાર કરવા અથવા ઘટાડવાની સલાહ આપવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, ’21 જાન્યુઆરી, 2022 પછી થી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગયા અઠવાડિયે, કોરોનાના સરેરાશ 50,476 કેસ સામે આવ્યા હતા જ્યારે છેલ્લા 24 કલાકમાં 27,409 નવા કેસ સામે આવ્યા હતા. જયારે, 15 ફેબ્રુઆરીએ, દરરોજના પોઝીટીવ દર 3.63 નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું છે કે સરકાર હાલની માર્ગદર્શિકામાં ફેરફાર કરી રહી છે. આ ઉપરાંત, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 10 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકામાં પણ સુધારો કર્યો છે.

તેમને કહ્યું, ‘હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નવા કેસ, એક્ટિવ કેસ અને પોઝીટીવ દરના આધારે વધારાના નિયંત્રણોને શોધી શકો છો અથવા દૂર કરી શકો છો.

એરપોર્ટ પર પ્રતિબંધોમાં પણ ઢીલ કરવાની સલાહ

આ ઉપરાંત, કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોને તેમની સરહદો અને એરપોર્ટ પર પણ કોવિડ પ્રતિબંધોને હળવા કરવાની સલાહ આપી છે, જેથી લોકોની અવરજવર થઈ શકે અને અર્થવ્યવસ્થાને નુકસાન ન થાય. સાથે જ તેમણે રાજ્યોને કોરોનાના કેસ પર નજર રાખવા માટે પણ કહ્યું છે.

પાંચ વ્યૂહરચના બનાવીને નજર રાખો

સરકાર દ્વારા રાજ્યોને પાંચ વ્યૂહરચના બનાવીને કોરોના મહામારીની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. આમાં ટેસ્ટ, ટ્રૅક, ટ્રીટ, રસીકરણ અને COVID નિયમોનું પાલન શામેલ છે.

24 કલાકમાં 30,757 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 30,757 નવા કેસ નોંધાયા છે. જયારે, આ દરમિયાન 541 લોકોના મોત થયા છે જ્યારે 67,538 લોકો સાજા પણ થયા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago