ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામું આપી દીધું છે. જો કે હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતના રાજીનામાના લઇને ઉગ્ર માંગ ઉઠી હતી. જેને લઈને સોશ્યિલ મોડિયા પર ઘણો વોરીઘ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામું ધરી દીધું છે.
આ ઉપરાંત સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે, આઈ.કે જાડેજા અને બળવંત સિંહએ પણ બોર્ડ નિગમમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ પેપરકાંડના બે મહિના બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર #Resign_Asitvora નામથી અભિયાન પણ ચાલી રહ્યું છે. અસિત વોરાના રાજીનામાંની ખબર સામે આવતા સરકારી પરીક્ષાની તૈયારાઓ કરી રહેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારેતેબાદ રાજ્યમાં સોશ્યિલ મીડિયા સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અસિત વોરાના રાજીનામાં ની માંગોએ ચર્ચામાં જોર પકડ્યું હતું.