યુક્રેન નાટોમાં સામેલ થશે કે નહીં તેને લઈને આવ્યા મોટા સમાચાર
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા કહેવામાં આવ્યું છે કે, યુક્રેન નાટોમાં સામેલ થશે નહીં. રશિયાની ન્યૂઝ એજન્સી મુજબ, ઝેલેન્સકીનું કહેવું છે કે, યુક્રેનને એ હકીકત સ્વીકારવી જોઈએ કે, તે નાટોમાં સામેલ નહીં થાય.
બીજી તરફ યુક્રેન અને રશિયાની વાતચીતના બીજા રાઉન્ડ યોજવાની યોજનાએ રાજદ્વારી વાટાઘાટોનો માર્ગ ખુલી ગયો છે. જ્યારે રશિયન સેના દ્વારા યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, જેના કારણે માનવીય સંકટ વધી ગયું છે. મંગળવારના સુરજ બહાર નીકળવાના થોડા સમય પહેલા કીવ મોટા વિસ્ફોટોથી હચમચી ગયું હતું અને રશિયાએ ઘણા વિસ્તારો પર પોતાનો કબજો કરી લીધો છે. બીજી તરફ, રશિયન સૈન્ય દ્વારા ઘેરાયેલા મારિયુપોલ શહેરમાંથી 160 નાગરિક કારો દ્વારા નિયુક્ત માનવતાવાદી કોરિડોરમાંથી રવાના થયા હતા.
બંને દેશો વચ્ચે નવી વાતચીત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓના ચોથા રાઉન્ડની ચર્ચા છે. તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયન નેતાઓને જણાવ્યું છે કે, તેમના દેશ દ્વારા યુક્રેન પર કરવામાં આવેલ હુમલા તેમના પર જ ઉલટા પડશે અને આર્થિક પ્રતિબંધોના કારણે તેમના જ લોકો તેમનાથી નફરત કરશે. વોલોડીમિર ઝેલેન્સકીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, “તમારા પર (રશિયા પર) યુદ્ધ અપરાધમાં તમારી સંડોવણી બદલ ચોક્કસપણે કેસ દાખલ કરવામાં આવશે.”