ગુજરાતરાજકારણ

AAP નું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બનતા ભાજપ અને કોંગ્રેસમાં સર્જાયું ભયનું વાતાવરણ

AAP નું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બનતા ભાજપ અને કોંગ્રેસમાં સર્જાયું ભયનું વાતાવરણ

દિલ્લી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. દેશમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે. ગુજરાતમાં 15 જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડ્યું છે. ત્યારે હવે આ AAP નું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બની ગયું છે.

આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બનતા ભાજપ અને કોંગ્રેસમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનને લઈને ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનની લહેર ગુજરાતના દરેક નાના-નાના ગામ અને શહેરમાં પહોંચી રહી છે. AAP ના ફ્રી વીજળી આંદોલનને કારણે હવે ગુજરાતનો દરેક નાગરિક જાગૃત થઇ રહ્યો છે. જે રીતે દિલ્હીની જનતા ને દર મહિને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે અને 1 જુલાઈથી પંજાબની જનતાને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ વીજળી ફ્રી મળવી જોઈએ. આમ આદમી પાર્ટી આ ઉદ્દેશ્ય ને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે

AAP નું ફ્રી વીજળી આંદોલન સતત દસ દિવસથી ગુજરાતના દરેક શહેરમાં સક્રિય છે. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપ સરકાર આ ફ્રી વીજળી આંદોલનથી ડરી ગઈ છે. ફ્રી વીજળી આંદોલનને કચડી નાખવા ભાજપ સરકાર દ્વારા ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોના સમર્થનને કારણે સમગ્ર ગુજરાતમાં આંદોલન સફળ બની રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવાવાડજ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, ભાવનગરના જલાલપુર તથા ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું.

આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકર્તાઓ એ ખુબ જ મોટી સંખ્યામાં લોકો ના ઘરે ઘરે જઈને તેમનો સંપર્ક કર્યો છે. ત્યારે આ આગામી વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં ફ્રી વીજળી આંદોલન મહત્વની ભૂમિકા ભજવશે. જો કે આ ફ્રી વીજળી આંદોલનનો મુખ્ય ઉદ્દેશ લોકોને ફ્રી વીજળી પૂરી પાડવાનો છે. કારણ કે ફ્રી વીજળી એ લોકોનો અધિકાર છે. આજે ગુજરાતમાં એવી સ્થિતિ છે કે આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઈ પાર્ટીના નેતા અને કાર્યકર જનતા સાથે સંવાદ કરવા પણ જઈ શકતા નથી કારણ કે તેમની પાસે લોકોના પ્રશ્નોના જવાબ નથી.

જો કે, આ ફ્રી વીજળી આંદોલન તો માત્ર શરૂઆત છે, આમ આદમી પાર્ટી જનતા ના હિત માટે ગુજરાતમાં દરેક મુદ્દા ઉઠાવશે અને ભાજપ સરકાર પાસે તેનો જવાબ પણ માંગશે. રાજ્યમાં અમે શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યાં છે. આગામી દિવસોમાં અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. આપના તમામ નેતાઓ અને કાર્યકર્તાએ લોકો સાથે જનસંપર્ક કરીને સમજાવ્યું કે ભાજપ સરકાર કેવી રીતે તેમના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે. ત્યારે ગુજરાતની જનતા ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો ઓળખી ગઈ છે. વીજળી પાછળ થઇ રહેલી કાળાબજારી વિશે તેમને જાણકારી આપી અને જાગૃકતા ફેલાવવાનું કાર્ય કર્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button