રમત ગમત

19 વર્ષના ભારતીય ક્રિકેટરે 171 બોલમાં બનાવ્યા 267 રન, ટીમને ટી-20 વર્લ્ડકપમાં જગ્યા અપાવી

વૃત્યા અરવિંદ નો જન્મ ચેન્નાઈમાં થયો હતો. તે અભ્યાસ માટે યુએઈ ગયો હતો અને ત્યાંનો રહેવાસી થઈ ગયો હતો. ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર ની મેચ આ દિવસોમાં ઓમાનમાં ચાલી રહી છે. UAE અને આયર્લેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે અને T-20 વર્લ્ડ કપ 2022 માટે પણ ક્વોલિફાય પણ કરી લીધું છે. UAE ને વર્લ્ડ કપની ટિકિટ અપાવવામાં અરવિંદ નો મહત્વનો રોલ રહ્યો છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ટીમ ને રન રેટ સાથે સારો દેખાવ કરવો પડ્યો હતો. છેલ્લી લીગ મેચમાં તેને બહેરીન સામે 6 બોલમાં 12 રન બનાવવાના હતા. પરંતુ અરવિંદે 24 રન બનાવી ને ટીમ ને અંતિમ-4 માં પહોંચાડી દીધું હતું.

19 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન વૃત્યા અરવિંદે સંપૂર્ણ ટુનાર્મેન્ટ માં અત્યાર સુધી શાનદાર રમત રમી છે. તે 4 ઇનિંગ્સમાં 134 ની એવરેજથી 267 રન બનાવી ચુક્યા છે. તેને 171 બોલનો સામનો કર્યો છે. એટલે કે તેની સ્ટ્રાઈક રેટ 156 ની છે જે T-20 ના દૃષ્ટિએ ઘણી સારી છે. તે અત્યાર સુધીમાં 25 ચોગ્ગા અને 11 સિક્સર ફટકારી ચુક્યો છે. એટલે કે 166 રન તેમને બાઉન્ડ્રી થી બનાવ્યા હતા. આ સિવાય 2 અડધી સદી પણ ફટકારી જતો. તે બહેરીન સામેની છેલ્લી લીગ મેચમાં 52 બોલમાં 84 રન બનાવીને અણનમ રહ્યા હતા. જેમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરમાં 2 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી.

વૃત્યા અરવિંદે સેમી ફાઈનલમાં પણ સારો દેખાવ કર્યો હતો. તેમને 23 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. સ્ટ્રાઈક રેટ 200 ની રહી હતી. જેમાં 5 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. એટલે કે 38 રન બાઉન્ડ્રી થી જ બનાવી દીધા હતા. મેચમાં UAE એ 7 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ 107 રન જ બનાવી શકી હતી. આ રીતે UAE એ મેચ 68 રને જીતી લીધી હતી. ફાઇનલમાં તેનો મુકાબલો આયર્લેન્ડથી થશે. જ્યારે આયર્લેન્ડે ઓમાનને હરાવ્યું હતું.

વૃત્યા અરવિંદના ઓવરઓલ T-20 કારકિર્દીની વાત કરીએ તો તેમને 12 ઇનિંગ્સમાં 42 ની એવરેજથી 417 રન બનાવ્યા છે. ત્રણ અડધી સદી ફટકારી છે. તેને અણનમ 97 રનની સૌથી મોટી ઇનિંગ રમી છે. સ્ટ્રાઈક રેટ 138 ની છે. જેમાં 39 ફોર અને 15 સિક્સર ફટકારી છે. તે UAE તરફથી વન ડે ની 11 ઇનિંગમાં એક અડધી સદીના આધારે 243 જ્યારે ટી-20 ની ઇનિંગમાં ૩ અડધીસદીના આધારે 417 રન બનાવ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button