સમાચાર

મહારાષ્ટ્રના થાણેમાં મકાન નો સ્લેબ હેઠો આવતા 7 ના મોત, અંદર બીજા લોકો ફસાયેલા હોવાની આશંકા

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટો અકસ્માત થયો છે. થાણેના ઉલ્હાસનગરમાં રહેણાંક મકાનનો સ્લેબ ધરાશાયી થતાં સાત લોકોનાં મોત થયા છે અને આ ઉપરાંત કાટમાળમાં ચારથી પાંચ લોકો ફસાય હોવાની આશંકા છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક મોટો સ્લેબ પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પડ્યો હતો. આ બિલ્ડિંગનું નામ સાંઇ સિદ્ધિ છે જે ઉલ્હાસનગરના નેહરુ ચોક પર સ્થિત છે. આ ઘટના રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ હોવાનું જણાવાયું છે. આ બિલ્ડિંગ પાંચ માળની હતી. થાણે મહાનગરપાલિકાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

અકસ્માત સમયે ત્યાં હાજર લોકોનું કહેવું છે કે બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના સ્થળે જગ્યાની અછતને કારણે બચાવ કરવો ખૂબ જ મુશ્કેલ છે. અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચમા માળનો સ્લેબ નીચે પડી ગયો હતો અને ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળેની છત તોડી નીચે આવ્યો હતો. અકસ્માત સમયે લોકો પાંચમા અને પહેલા માળે હાજર હતા. બિલ્ડિંગ 26 વર્ષ જુની હોવાનું કહેવાય છે. અહીં 29 પરિવારો રહેતા હતા.

આ અકસ્માતની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે,જેમાં મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર છે. આ લોકો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રોકાયેલા છે. અકસ્માત અંગે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું કે કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા બચાવ કામગીરી હાથ ધરી છે. તે જ સમયે, અકસ્માતનાં મુખ્ય કારણોની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે. કોર્પોરેશનનું કહેવું છે કે, ટીમ અકસ્માતનાં મુખ્ય કારણો શોધી કાઢશે અને અકસ્માતમાં દોષી સાબિત થતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

[quads id=1]

Related Articles

Back to top button