સમાચાર

પાકિસ્તાનમાં સિયાલકોટ મિલિટરી બેઝમાં થયો ભયંકર વિસ્ફોટ

ઉત્તર પાકિસ્તાનના સિયાલકોટમાં આજે સવારે એક સૈન્ય મથકમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી છે. જ્વાળાઓ એટલી ભયંકર હતી કે, તે દૂરથી પણ જોવા મળી રહી હતી. વિસ્ફોટનો અવાજ પંજાબ પ્રાંતના કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસે સાંભળવા મળ્યો હતો. થોડા સમય બાદ પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ISPR એ આ અંગે નિવેદન આપ્યું અને જણાવ્યું હતું કે, આ આગ આકસ્મિક રીતે લાગી હતી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ISPR દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સિયાલકોટ ગેરિસનમાં આકસ્મિક રીતે આગ લાગી હતી, પરંતુ તે કોઈ પણ જાનહાનિ થઈ નહોતી. ISPR મુજબ, સિયાલકોટ ગેરીસન પાસેના દારૂગોળાના શેડમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યારે પ્રભાવી અને સમયસર પ્રતિક્રિયાના કારણે, નુકસાનને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવ્યું હતું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જાનમાલનું કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી.

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર થયા
જ્યારે, ધમાકા બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મિલિટરી બેઝની ટોચ પરથી જ્વાળાઓ હવામાં ફેલાઈ રહી છે. આ ધમાકા બાદ ચારોતરફ ધુમાડો થઈ ગયો હતો.

[quads id=1]

Related Articles

Back to top button