સમાચાર

ટેરેસ પરથી પડી છોકરી, પછી ચોથા માળની બારીમાં ફસાઈ જતાં બચી ગઈ..

એક 15 વર્ષની છોકરી પોતાના વાળ સુકાવવા માટે ટેરેસ પર ગઈ હતી વાળ સુકવવા જતાં તે પડી ગઈ. ટેરેસ પરથી પડ્યા બાદ છોકરી ચોથા માળની બારીમાં ફસાઈ ગઈ. છોકરી બારી પાસેથી થોડા સેન્ટીમીટર દૂર ઉભી હતી.

મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારે પેઠમાં એક 15 વર્ષીય છોકરી પોતાના ફ્લેટ્સના ટેરેસ પર વાળ સુકાવવા જતી વખતે તે નીચે પડી ગઈ. ટેરેસ પરથી પડ્યા બાદ છોકરી ચોથા માળની બારીમાં ફસાઈ જતાં તે છોકરી બારી પર થોડા સેન્ટીમીટર ઉભી હતી. છોકરીની ચીસ સાંભળી લોકો નીચે ભેગા થઇ ગયા અને ડરથી છોકરીને જોતા રહ્યા.

છોકરી બારી પાસે ઊભી હોવાથી બિલ્ડિંગમાં હાજર લોકોએ છોકરી ઊભી હતી, તેના ઉપરના ફ્લેટ્સમાં જઈ સાડીનો છેડો છોકરી તરફ લંબાવી તેને પકડવાનું કહી છોકરીને બચાવી ઉપર તરફ ખેચવાનો પ્રયાસ કર્યો હતો. ડરના કારણે છોકરી છેડો ન પકડી શકી. ત્યાર પછી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી,જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડે પહેલા સીડીની મદદથી બાળકીને ફસાવી હતી તે સ્થળે પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સીડી ચોથા માળની બારી સુધી ન પહોંચી શકી. તે પછી બે ફાયર ફાઇટર સચિન માંડવકર અને કૈલાસ પગગુડે પાંચ માળના ફ્લેટ્સના ટેરેસ પર ગયા અને તેમની કમરમાં દોરડું બાંધીને ચોથા માળ સુધી નીચે છોકરી પાસે આવ્યા.

ત્યાર પછી બંનેએ છોકરીની કમરની આસપાસ દોરડું બાંધી દીધું અને તેને સુરક્ષિત રીતે સીડી પરથી નીચે ઉતારી હતી. આ રીતે પુણે ફાયર બ્રિગેડે ચોથા માળે ફસાયેલી બાળકીને બચાવી. આસપાસના દરેક લોકો ફાયર બ્રિગેડની આ હિંમતને સલામ કરી રહ્યા છે. બંને ફાયર બ્રિગેડેએ તેમના જીવ જોખમમાં મૂકી બાળકીને બચાવી હતી. .

[quads id=1]

Related Articles

Back to top button