સમાચાર

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધ્યો, 200 રશિયન ટેન્કો અને રોકેટ લોન્ચરો યુક્રેન બોર્ડર પાસે પહોંચ્યા

યુક્રેન અને રશિયાને લઈને સતત યુદ્ધના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં આજે કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. અત્યારે પૂર્વ યુક્રેનમાં જ્યાં યુક્રેનની સેના અને વિદ્રોહી જૂથો વચ્ચે ફાયરિંગ થયાની જાણકારી સામે આવી રહી છે. તેની સાથે એક બીજા સમાચાર સામે આવ્યા છે કે, અત્યારે રશિયાની 200 ટેન્કો અને રોકેટ લોન્ચર યુક્રેન બોર્ડરથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવી પહોંચી છે.

તેની સાથે શનિવારના પૂર્વ યુક્રેન ધડાકાઓથી ગાજતુ થઈ ગયું હતુ. યુક્રેનની સ્થિતિને જોતા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા પોતાના તંત્રની એક ઈમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી હતી. જ્યારે યુક્રેનની સીમા તરફ આગળ વધી રહેલી રશિયન ટેન્કોનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવ્યો હતો. બંને પક્ષો વચ્ચેના તણાવને જોતા રશિયન હુમલાનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. રશિયન સમર્થક વિદ્રોહીઓના હુમલામાં ગઈકાલના બે યુક્રેનિયન સૈનિકોના મોત પણ નીપજ્યા હતા.

આ સિવાય વિદ્રોહીઓનુ વર્ચસ્વ જે વિસ્તારમાં રહેલ છે તે દોનેત્સક વિસ્તારમાં અત્યાર સુધીમાં 592 વખત સીઝ ફાયરનો ભંગ કરવામાં આવ્યો છે. તેની સાથે રશિયા, ફ્રાંસ, જર્મની અને ઓસ્ટ્રિયાએ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા માટે પણ જણાવી દીધું છે.

યુક્રેનના વિદ્રોહી જૂથો અને યુક્રેનની સરકાર દ્વારા કબીજા પર તણાવ વધારવા માટેના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. એવામાં રશિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, યુક્રેનની સરકારના કબ્જાવાળા વિસ્તારમાં છોડવામાં આવેલા બે તોપના ગોળા અમારી સરહદમાં આવી પહોંચ્યા છે. આ દાવાને યુક્રેન દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વિદ્રોહીઓ અને યુક્રેનની સેના વચ્ચે આઠ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી હિંસામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button