ICC T20 બેટિંગ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિકનો ધમાકો
ICC T20 બેટિંગ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિકનો ધમાકો
લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર દિનેશ કાર્તિકે આઈસીસીની તાજેતરની ટી20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં જોરદાર કુદકો માર્યો છે. બીજી તરફ ઈશાન કિશન છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચોની સીરીઝના પ્રદર્શનના આધારે આ બંનેને T20 બેટિંગ રેન્કિંગમાં ફાયદો થયો છે. દિનેશ કાર્તિક 87 માં સ્થાને પહોંચી ગયો છે જ્યારે ઈશાન કિશન છઠ્ઠા સ્થાને આવી ગયો છે.
ઇશાન કિશને સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની શ્રેણીમાં બે અડધી સદી ફટકારી હતી અને 41 ની એવરેજથી 206 રન બનાવ્યા હતા. આ ફોર્મના કારણે ઈશાન કિશને તાજેતરમાં જ જાહેર થયેલી T-20 બેટિંગ રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ T-20 બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે અને કિશન ટોપ-10 માં એકમાત્ર ભારતીય છે.
Players are jostling for spots in the latest @MRFWorldwide T20I men’s player rankings ?
More ? https://t.co/ksceq8SPGY pic.twitter.com/1pFif8wMNH
— ICC (@ICC) June 22, 2022
બોલરોની T-20 રેન્કિંગમાં યુઝવેન્દ્ર ચહલને સૌથી મોટો ફાયદો થયો છે. ભારતીય સ્પિનર સાઉથ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન છ વિકેટની મદદથી ત્રણ સ્થાન આગળ વધીને 23મા ક્રમે આવી ગયા છે. જોશ હેઝલવુડ T20 બોલિંગ રેન્કિંગમાં ટોચ પર રહેલ છે.