રમત ગમત

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાનો જલવો, ૬ વર્ષમાં પ્રથમ વખત ICC T-20 રેન્કિંગમાં નંબર વન પર

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાનો જલવો, ૬ વર્ષમાં પ્રથમ વખત ICC T-20 રેન્કિંગમાં નંબર વન પર

વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરેલું સીરીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ કર્યા બાદ ભારત સોમવારે ICC મેન્સ ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારતે રવિવારે કોલકાતામાં ત્રીજી અને અંતિમ T-20 માં વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું.

આ શાનદાર પ્રદર્શનથી ભારત T-20 ટીમ રેન્કિંગમાં ઈંગ્લેન્ડને ટોપના સ્થાનથી દૂર કરવામાં સફળ રહ્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પણ ઈંગ્લેન્ડના બરાબરી પર 269 રેટિંગ પહોંચી ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ બંનેની 39 મેચોમાં 269 રેટિંગ છે પરંતુ ભારતના 10,484 પોઈન્ટ છે તેમ છતાં ઈંગ્લેન્ડ (10474) થી 10 કરતા વધુ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નિવેદન મુજબ પાકિસ્તાન (રેટિંગ 266), ન્યુઝીલેન્ડ (255) અને સાઉથ આફ્રિકા (253) ટોપ પાંચમાં સામેલ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા (249) શ્રીલંકા સામે શ્રેણીમાં 4-1 થી જીત બાદ છઠ્ઠા સ્થાન પર રહેલું છે.

તમને જણાવી દઈએ કે, T-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી કેટલીક સીરીઝમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝ પહેલા ન્યુઝીલેન્ડને 3-0 થી હરાવ્યું હતું. જ્યારે આ અગાઉ શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પર શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. ભારતે બાંગ્લાદેશને પણ હરાવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button