જાણવા જેવુંદેશપ્રેરણાત્મક

સેક્સ વર્કરના બાળકોને રોજ ભણાવે છે દિલ્હી પોલીસની લેડી સિંઘમ, લિમ્કા બુકમાં નોંધાયેલ છે નામ, સમાજસેવા જ છે જીવનનું લક્ષ્ય

સેક્સ વર્કરના બાળકોને રોજ ભણાવે છે દિલ્હી પોલીસની લેડી સિંઘમ, લિમ્કા બુકમાં નોંધાયેલ છે નામ, સમાજસેવા જ છે જીવનનું લક્ષ્ય

કિરણ સેઠીની ઉંમર છે 54 વર્ષ, ભૂતકાળની ઘણી વાતો રોજ યાદ આવે છે. તેની માતા દિલ્હીના રાજેન્દ્ર નગરમાં એક ઢાબો ચલાવતી હતી. તે સમયે કિરણ ઉંમર માત્ર એક વર્ષની હતી. કિરણે તેની માતાનો સંઘર્ષ જોયો, ઢાબા પર આવતા લોકોથી સુરક્ષિત રહેવામાં તેની માતા સક્ષમ બની રહી. તેને જોઈને કિરણે પણ સંકલ્પ કર્યો કે તે દરેક છોકરીની તાકાત બનશે. અને તેને પોતાના ભાઈ અને બહેનની જવાબદારી પોતાના હાથમાં લઇ લીધી હતી. 1987માં તે દિલ્હી પોલીસમાં આવી ગઈ હતી અને પછી તેને પોતાને આ સમાજ સેવા સાથે જોડી દીધી.

જી હા, અમે વાત કરી રહ્યા છીએ દિલ્હી પોલીસની લેડી સિંઘમ તરીકે ઓળખાતી કિરણ સેઠી વિશે. દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલી કિરણ આજે શ્રદ્ધાનંદ માર્ગ, કમલા માર્કેટ વિસ્તારમાં પિંક વુમન પોલીસ ચોકીના ઈન્ચાર્જ છે. ઘણા એવોર્ડ જીતનાર કિરણનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. તે આઠ લાખથી વધુ લોકોને સ્વરક્ષણની તાલીમ આપી ચુકી છે. હાલમાં, મહિલા દિવસના અવસર પર, કિરણને તેના કામ માટે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના દ્વારા વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. દિલ્હીમાં મોટી થયેલી કિરણ સેઠીએ લગભગ 19 વર્ષની ઉંમરે 12મા ધોરણમાં પાસ થતાંની સાથે જ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાઈ ગઈ હતી.

શરૂઆતથી જ તે સ્વ-બચાવની પ્રશિક્ષક રહેલ છે. જુડો-કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવતી કિરણ સ્વ-બચાવની સાથે યોગ અને એરોબિક્સ કસરત પણ કરાવે છે. 1994માં તેને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ, 1999માં ASI અને વર્ષ 2020માં SI તરીકે બઢતી આપવામાં આવી હતી. દિલ્હીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી સ્નાતક થયા બાદ કિરણે એમએસડબલ્યુ કર્યું. આ સિવાય તેણે હ્યુમન રાઈટર્સ માં પીજી કરવાની સાથે બ્રોડ કાસ્ટિંગમાં ડિપ્લોમા અને વાઈએમસીએ માંથી માસ કોમ્યુનિકેશનમાં અભ્યાસ પણ કર્યો. કિરણ કહે છે કે તેને 5000 થી વધુ શાળાઓ અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને સ્વ-રક્ષણની યુક્તિઓ શીખવી ચુકી છે.

દિલ્હી પોલીસની તે પહેલી મહિલા પોલીસકર્મી છે, જેને પુરૂષોને પણ સ્વરક્ષણની તાલીમ આપી છે. શાળાઓ, કોલેજો ઉપરાંત તે દિલ્હીની બધી મોટી મોટી હોસ્પિટલો, MNC, CBI અને દિલ્હી પોલીસ કર્મચારીઓના બાળકોને પણ તાલીમ આપી ચુકી છે. આ ઉપરાંત તેને દૃષ્ટિહીન, બહેરા અને માનસિક વિકલાંગ બાળકોને પણ સ્વરક્ષણની યુક્તિઓ શીખવી છે. તેના આ કામ માટે તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી. વર્ષ 2015માં કિરણનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું હતું. આ અવસરે તત્કાલિન ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

વર્ષ 2016માં દિલ્હી મહિલા આયોગે કિરણને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ’, વર્ષ 2018માં ‘આઈ વુમન ગ્લોબલ એવોર્ડ’, વર્ષ 2019માં ‘રક્ષક એવોર્ડ’, વર્ષ 2020માં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને આ પહેલા વર્ષ 1999 દિલ્હી પોલીસ દ્વારા અસાધારણ કામગીરી એવોર્ડ એનાયત કરવામાં આવી ચુક્યો છે. ‘કિક બોક્સિંગ’ની ખેલાડી રહેલ કિરણ એ વર્ષ 1999માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્પર્ધામાં તેને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું. કિરણ કહે છે કે તેના જીવનનું લક્ષ્ય જ સમાજ સેવા છે. તે જીવનના છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા કરવા માંગે છે.

[quads id=1]

Related Articles

Back to top button