ટાટાએ હવાઈ મુસાફરોને આપી મોટી રાહત: હવે એર ઈન્ડિયાની ટિકિટ પર એર એશિયામાં કરી શકશો મુસાફરી
ટાટાએ હવાઈ મુસાફરોને આપી મોટી રાહત: હવે એર ઈન્ડિયાની ટિકિટ પર એર એશિયામાં કરી શકશો મુસાફરી
ટાટાની એર ઈન્ડિયામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે યોગ્ય પગલું લઈ રહ્યા છો. તેનું કારણ એ છે કે એર ઈન્ડિયાએ હવાઈ મુસાફરોની મુસાફરીને સરળ બનાવવા માટે મોટી રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવાઈ મુસાફરો હવે એર ઈન્ડિયાની ટિકિટ પર પણ એર એશિયામાં મુસાફરી કરી શકશે. આ માટે ટાટા ગ્રુપે એર એશિયા સાથે નવો કરાર કર્યો છે. જેના કારણે દેશના લાખો હવાઈ મુસાફરોને મોટી રાહત મળવાની સંભાવના છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને એરલાઇન્સ વચ્ચેના કરાર મુજબ, ઓપરેશનમાં કોઈ સમસ્યા હોય તો, બંને એરલાઇન્સ એકબીજાના મુસાફરોને મુસાફરી કરાવી શકશે. એર ઈન્ડિયાની નવી વ્યવસ્થા બાદ એર ઈન્ડિયાના મુસાફરને એક જ ટિકિટ પર ફ્લાઈટના એક્સચેન્જમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. કોઈ પણ કંપનીની ફ્લાઈટ લેટ થશે તો તેઓ બીજી કંપનીના પ્લેનમાં મુસાફરી કરી શકશે.
IROP વ્યવસ્થા હેઠળ આ કરાર એટલા માટે કરવામાં આવ્યો છે કે જો કોઈ એક એરલાઇનની ફ્લાઇટ ખોરવાય તો મુસાફરોને વધુ અસુવિધાનો સામનો કરવો પડશે નહિ. આ અંતર્ગત જે એરલાઈન્સની ફ્લાઈટ પહેલા ઉપલબ્ધ થશે, પેસેન્જર્સ એક ટિકિટ દ્વારા જ તેમાં મુસાફરી કરી શકશે. IROP વ્યવસ્થા હેઠળ મુસાફરોને ફ્લાઇટ ટ્રાન્સફરની કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર, એર ઈન્ડિયા ટિકિટ પર એર એશિયામાં મુસાફરી કરવાની વ્યવસ્થા 10 ફેબ્રુઆરીથી લાગુ કરી દેવામાં આવી છે અને આ ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. જોકે, આ વ્યવસ્થા માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર જ લાગુ થશે. બંને વિમાનન કંપનીઓ વચ્ચે આ કરાર આગામી બે વર્ષ માટે કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાની નવી વ્યવસ્થાથી દેશના લાખો હવાઈ મુસાફરોને એક ટિકિટ પર ફ્લાઈટ્સ બદલવાની સુવિધાનો લાભ મળી શકશે.