જાણવા જેવું

તમારા આધાર નંબર સાથે કયો મોબાઈલ નંબર જોડાયેલો છે, જાણી લ્યો આ આસન રીતે ઘરેથી જ

શું તમે જાણો છો કે હવે તમે તમારા આધાર નંબર સાથે નોંધાયેલા તમામ મોબાઇલ ફોન નંબર ચકાસી શકો છો? જી હા. તમે ડોટ ની નવી વેબસાઇટ પરથી આ નંબરો ચકાસી શકો છો. ડોટે તાજેતરમાં એક પોર્ટલ ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લોન્ચ કર્યું છે. 

આ પોર્ટલ દ્વારા વપરાશકર્તાઓ તેમના આધાર નંબર સાથે જોડાયેલા તમામ ફોન નંબર ચકાસી શકે છે. આ એક ખૂબ જ ઉપયોગી પોર્ટલ છે. આ વેબસાઇટ દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર અત્યાર સુધીમાં કેટલા સિમ આપવામાં આવ્યા છે. 

જો કોઈ પણ મોબાઈલ નંબર તમારી જાણ વગર તમારા આધાર નંબર સાથે જોડાયેલો હોય, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા જૂના અને ન વપરાયેલા મોબાઈલ નંબરને તમારા આધારનંબર થી સરળતાથી અલગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે હાલમાં આ સેવા માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વપરાશકર્તાઓ માટે છે. 

પરંતુ ટૂંક સમયમાં જ તેને દેશભરના વપરાશકર્તાઓ માટે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. તમારા આધારનંબર  સાથે જોડાયેલા મોબાઇલ નંબર વિશે જાણવા માટે તમારે પહેલા https://tafcop.dgtelecom.gov.in/ પર જવું પડશે. અહીં તમારે તમારો ફોન નંબર દાખલ કરવો પડશે. આ પછી તમારે Request OTP’ બટન પર ક્લિક કરવાનું રહેશે. 

આ પછી તમારે તમારા મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરવો પડશે. ત્યારબાદ તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમામ નંબરો વેબસાઈટ પર દેખાશે. જ્યાં વપરાશકર્તાઓ એવા નંબરોની જાણ અને અવરોધિત કરી શકે છે જે ઉપયોગમાં નથી અથવા હવે જરૂર નથી. 

[quads id=1]

Related Articles

Back to top button