વડોદરા

સ્વીટી પટેલ કેસમાં પોલીસને મળી મહત્વની કડી? કરજણના PI મેહુલ પટેલ અને એક રાજકીય અગ્રણીની કરવામાં આવી પૂછપરછ

વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવા બાબતમાં પોલીસ દ્વારા તમામ કડીઓ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં વડોદરા SOG ના પીઆઇ અજય દેસાઈ નો પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે તેમનો નાર્કો અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસ ટીમે કરજણના પી.આઈ. મેહુલ પટેલ અને એક સ્થાનિક રાજકારણીની પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર પોલીસને ચોક્કસ કડીઓ મળી હોવાના કારણે આ પૂછપરછ કરવામાં આવી રહી છે.

સ્વીટી પટેલ ગુમ થવા મામલે DySP કલ્પેશ સોલંકીએ તપાસ અને પૂછપરછનો દોર આગળ શરુ કર્યો છે. આ મુદ્દે કરજણ પી.આઈ. મેહુલ પટેલની પણ પૂછપરછ કરાઈ રહી છે. નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે દહેજના વાગરા નજીકથી એક મકાનમાંથી શંકાસ્પદ હાડકાં મળી આવ્યા હતાં.

આ જગ્યાની બાજુમાં આ રાજકીય અગ્રણીના મિત્રનું ફાર્મ હાઉસ આવેલ છે જ્યારે બીજી તરફ આ રાજકીય નેતાઓ તેમની પૂછપરછ કરવામાં આવી હોવાનું ઇન્કાર કરી રહ્યા છે. નેતાઓ દાવો કર્યો છે કે, તેઓ મિત્રના કામ અર્થે કરજણ પોલીસ સ્ટેશન ગયા હતા. સૂત્રો અનુસાર, સ્વીટી પટેલ ગુમ થવા મામલે પોલીસને મહત્વની કડી મળ્યા બાદ આ પૂછપરછ કરાઈ હતી.

[quads id=1]

Related Articles

Back to top button