ધાક જમાવવાના મકસદ થી સુશીલે તેના મિત્ર પાસે લડાઈ નો વિડિયો બનવડાવ્યો હતો: ટોટલ 19 દિવસ ફરાર રહ્યો
બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર હત્યાના કેસમાં 19 દિવસની ફરાર બાદ રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે સુશીલ કુમારે 4 મેની ઘટનાનો ખુદ પોતાના સાથીદારો સાથે એક વીડિયો બનાવ્યો હતો જેથી કુસ્તી દુનિયામાં તેમનો રોષ જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ તેની વિરુદ્ધ જવાની હિંમત ન કરે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સુશીલ કુમારે તેના મિત્ર પ્રિન્સને વીડિયો બનાવવા કહ્યું. વીડિયોમાં સુશીલ કુમાર જુનિયર નેશનલ ચેમ્પિયન સાગર ધનખર અને તેના બંને મિત્રો સોનુ અને અમિત કુમારને મારતો નજરે પડે છે. પોલીસે કહ્યું કે આ પછી સાગર ધનખરનું મોત નીપજ્યું અને સુશીલ કુમાર ત્યાંથી ભાગી ગયો.
સુશીલ કુમાર સાથે તેના પાંચ સાથીઓને પણ રવિવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સ્થાનિક અદાલતે સુશીલને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. દિલ્હી પોલીસના વિશેષ સેલના ડેપ્યુટી કમિશનર પ્રમોદ કુશવાહાએ સુશીલ કુમાર અને તેના મિત્ર અજયની ધરપકડ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘તેમની સામે હત્યા, ખૂનનો પ્રયાસ, હુમલો, ગુનાહિત ષડયંત્ર સહિત ઘણા કેસો નોંધાયા છે.’
કોર્ટની સુનાવણી દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે સુશીલ કુમારે ધરપકડથી બચવા માટે 18 દિવસ સુધી ફરાર રહેતાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સીમા ઓળંગી હતી. એટલું જ નહીં, તે સતત પોતાના મોબાઈલની સીમ પણ બદલતો રહ્યો.
સુશીલ કુમાર વિરુદ્ધ હત્યાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું. સુશીલ કુમારે ગત સપ્તાહે દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. 4 મેના બનાવના સંદર્ભમાં, દિલ્હી પોલીસે સુશીલ કુમાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ફટકારી હતી. જણાવી દઈએ કે સુશીલ કુમારને વર્ષ 2012 માં ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.