મનોરંજન, એન્જીનિયરિંગ, ટીવી પર એક્ટિંગની શરૂઆત કરવાથી લઇ બોલીવુડ માં નામ કમાવા સુધી નું આવું રહ્યું સુશાંત સિંહ રાજપૂત નું સફર.
સુશાંત સિંહ રાજપૂતે ખુબ જ ઓછા સમય માં જ બોલીવુડમાં પોતાની ઓળખાણ બનાવી લીધી હતી. પછી એક દિવસ અચાનક જ ખબર પડી કે એમણે દૂનિયાને અલવિદા કહી દીધું. ૧૪ જૂન ૨૦૨૦ નાં દિવસે એમના મૃત્યુ ની ખબર સાંભળીને દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા. એમનાં પરિજનો એમને એક ભાવુક અને ખુબ જ તેજ દિમાગ વાળા વ્યક્તિના રૂપ માં યાદ કરે છે.
પરિવાર નાં ‘ગુલશન’: સુશાંત સિંહ રાજપૂત નો જન્મ બિહાર નાં પટના માં એક મિડલ ક્લાસ પરિવાર માં થયો હતો. એમના પિતા નું નામ કૃષ્ણ કુમાર સિંહ અને માતા નું નામ ઉષા સિંહ છે. એમના પિતા પટના માં બિહાર સ્ટેટ હૈંડલૂમ કોર્પોરેશન માં ટેક્નિકલ અધિકારી હતા. પાંચ ભાઈ – બહેનો માં સૌથી નાના સુશાંત ને ઘરવાળા પ્રેમ થી ગુલશન કહી ને બોલાવતા હતા.
ઘર માં ભણવાનું વાતાવરણ: સુશાંતે પોતાનું શરૂઆતનું સ્ટડી પટના માં જ કર્યું. વર્ષ ૨૦૦૨ માં જ્યારે તેમની મા નું મૃત્યુ થયું ત્યારે તેમનો પરિવાર દિલ્લી શિફ્ટ થઈ ગયો. અહિયા આવી ને સુશાંતે પોતાની આગળ ની સ્ટડી કરી. તેઓ ભણવામાં ખુબ જ હોશિયાર હતા. બોલિવુડ હંગામા ની સાથે નાં એક ઈન્ટરવ્યુ માં એમણે જણાવ્યું કે ‘ ઘર માં હંમેશા ભણવાનું જ વાતાવરણ હતું. એમની બધી જ બહેનો ભણવામાં ખુબ જ હોશિયાર હતી, એવા માં મારી પાસે કોઈ ઓપ્શન ન હતો.’
એન્જીનિયરિંગ માં લિધુ એડમિશન: એમણે દિલ્લી કોલેજ ઓફ એન્જીનિયરિંગ ( હવે દિલ્લી ટેક્નિકલ યૂનિવર્સિટી) માં એડમિશન લીધું અને મિકેનિકલ એન્જીનિયરિંગ ભણવા લાગ્યાં. તેઓ ફિઝીક્સ માં નેશનલ ઓલમ્પિયાડ જીતવામાં સફળ રહ્યાં. જો કે સુશાંત ને એન્જીનિયરિંગ ભણવામાં કોઈ રસ ન હતો એ તો પરિવાર નાં કહેવા પર એમણે આવું કર્યું હતું. તે સમયે તેઓ એક એસ્ટ્રોનોટ કે એરફોર્સ પાયલટ બનવા માંગતા હતા. દિલ્લી માં રહેતા તેમની રૂચિ ફિલ્મો તરફ વધવા લાગી અને તેમને લાગ્યુ કે તેમણે આ જ ક્ષેત્ર માં આગળ વધવું જોઈએ. સુશાંત શાહરૂખ ખાન નાં મોટા ફેન હતા.
ભણવાનું અધવચ્ચે છોડી મુંબઈ પહોચ્યા: કોલેજ દરમિયાન સુશાંતે શ્યામક ડાવર ડાંસ ક્લાસ માં એડમિશન લીધું. તેઓ એક સારા ડાન્સર પણ હતા. ફિલ્મ ‘ધૂમ-૨’ માં તેઓ ઋતિક રોશન ની સાથે ગીત માં બેકગ્રાઉન્ડ ડાંસર પણ હતા. ૨૦૦૬ માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન એમણે એશ્વર્યા રાય સાથે ક્લોઝિંગ સેરેમની માં ડાન્સ કર્યો. કોલેજ નાં ચોથા વર્ષ માં એમણે ભણવાનું છોડી મુંબઈ પોતાનું નસીબ અજમાવવાં આવી ગયા.
આવી રીતે મળી સીરિયલ માં તક: સુશાંત મુંબઈ પહોચ્યા બાદ નાદિરા બબ્બર નાં થિએટર ગ્રુપમાં જોડાઈ ગયા. અને લગભગ દોઢ -બે વર્ષ એમણે થિએટર કર્યું. તેઓ મુંબઈ ના પ્રખ્યાત પૃથ્વી થિએટર માં કામ કરી રહ્યા હતા. એક દિવસ બાલાજી ટેલિફિલ્મ્સ ની કાસ્ટિંગ ટીમ માંથી એકે તેમને જોયા. તેમને ઓડિશન માટે બોલાવવા માં આવ્યા અને ૨૦૦૮ માં પહેલી વાર સીરિયલ ‘કિસ દેશ મે હૈ મેરા દિલ’ માં તક મળી.
‘માનવ’ બની ને થયા મશહૂર: એકતા કપૂર એમના કામથી પ્રભાવિત થઈ અને ૨૦૦૯ માં ‘પવિત્ર રિશ્તા’ માં મુખ્ય પાત્ર નો રોલ ઓફર કર્યો. આ સીરિયલ બાદ તેઓ ઘર ઘર માં માનવ નાં નામ થી મશહૂર થઈ ગયા. આમાં તેમની સાથે અંકિતા લોખંડે હતી. બંન્ને ની જોડી ને પડદા પર લોકો એ પસંદ કરી.
બોલીવુડ ની ફિલ્મો: ૨૦૧૧ માં કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા એ સુશાંત ને સ્પોટ કર્યો જેમણે તેને ફિલ્મ ‘કાઈપો છે’(૨૦૧૩) માટે ઓડિશન દેવાનું કહ્યું. બસ પછી શું હતું અહિયા થી સુશાંત ની ગાડી બોલિવુડ માં ચાલી નીકળી. આની પછી સુશાંતે ‘શુદ્ધ દેસી રોમાંસ’, ‘પીકે’, ‘એમએસ ધોની’, ‘કેદારનાથ’ અને ‘છિછોરે’ સહિત બીજી ફિલ્મો કરી.
તપાસ નાં રિપોર્ટ ની રાહ: ગયા વર્ષે ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂત નું શવ એમના બાંદ્રા સ્થિત ઘર માં મળ્યું. એમના નિધન બાદ કહેવામાં આવ્યુ હતું કે તેઓ ડિપ્રેશન નો શિકાર હતા. જો કે પરિવાર વાળા એ હત્યા નો આરોપ લગાવ્યો હતો. ઘટના ની તપાસ પહેલા મુંબઈ પોલિસ અને પટના પોલિસ કરી રહી હતી. પછી સીબીઆઈ આ કેસ માં જોડાઈ. હાલ માં આ કેસ ની તપાસનાં રિપોર્ટ ની રાહ છે.