દેશ

જમ્મુ-કાશ્મીર: સુરક્ષા બળોએ શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા, એક જીવતો પકડાયો

આતંક નાબૂદીનું કામ ચાલી રહ્યું છે. દરરોજ સુરક્ષા દળો સાથેની અથડામણ માં ખીણમાં છુપાયેલા આતંકવાદીઓ ના ઢગલા થઈ રહ્યા છે. ગુરુવારે સવારે શોપિયામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ સિવાય તાજેતરમાં ભરતી થયેલા આતંકવાદી એ શરણાગતિ સ્વીકારી  લીધી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. શરણાગતિ સ્વીકારનાર આતંકવાદીનું નામ તૌસિફ અહેમદ કહેવામાં આવી રહ્યું છે.

જમ્મુ કાશ્મીર પુલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે ટ્વીટ કર્યું, “જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં કનિગામમાં અલ-બદ્ર આતંકવાદી સંગઠનના ચાર નવા ભરતી સ્થાનિક આતંકવાદીઓ ફસાયેલા છે. પોલીસ અને સુરક્ષા દળ તેમને શરણાગતિ માટે સમજાવવા પ્રયત્નશીલ પ્રયાસો કરી રહ્યા છે.”

બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “ફસાયેલા આતંકવાદીઓએ શરણાગતિની દરખાસ્તને નકારી કાઢી, સંયુક્ત સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંકી દીધું. ત્યારબાદ કરવામાં આવેલી કાર્યવહી માં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.

[quads id=1]

Related Articles

Back to top button