ક્રાઇમ

સુરત પોલીસ કંટ્રોલ રૂમને સ્પા સેન્ટર ની આડમાં દેહવેપાર ચાલતો હોવાની માહિતી મળતા ચાર યુવતીઓને કરાવી મુક્ત

સુરત પોલીસ કંટ્રોલ રૂમને સ્પા સેન્ટર ની આડમાં દેહવેપાર ચાલતો હોવાની માહિતી મળતા ચાર યુવતીઓને કરાવી મુક્ત

સુરતના અડાજણ અને વેસુમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના બે સ્થળો પર દરોડા પાડી પોલીસે ચાર ગ્રાહકો સહિત આઠની ધરપકડ કરી છે. રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર અડાજણ ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો. પોલીસ કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી મળતાં પોલીસ ટીમે વેરિફિકેશન કરી દરોડો પાડ્યો હતો.

સ્પાના સંચાલકો, ગિરીશ નાઈ, અંજુ જાવિયા અને બે ગ્રાહકો રમેશ સત્રા અને રાજેશ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી અને દેહવ્યાપાર કરાવવાના આરોપમાં સ્પામાંથી ચાર છોકરીઓને મુક્ત કરવામાં આવી હતી. સંચાલકો ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા લેતા હતા અને યુવતીઓને મહિને દસ હજાર રૂપિયા આપતા હતા. સ્થળ પરથી મોબાઈલ ફોન સહિત રૂ.51 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તેવી જ રીતે વેસુ વીઆઇપી રોડ હાઇસ્ટ્રીટ બિલ્ડીંગમાં ચાલતા હાઇ લક્સ સ્પા પર ઉમરા પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં પણ સંચાલકો મૌજરૂલ શેખ અને હારૂન ચૌધરી યુવતીઓ સાથે દેહવ્યાપાર કરતા હતા. બાતમીદાર પાસેથી માહિતી મળતાં દરોડો પાડી બંને આરોપીઓ અને બે ગ્રાહકો કિરણ ખીલાવાલા અને અશ્વિન સાવલિયાની ધરપકડ કરી હતી. સ્પાનો માલિક રતિકાંત ફરાર છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ સહિત 45 હજારનો મુદ્દામાલ કબજે કરી ચાર યુવતીઓને મુક્ત કરાવી છે.

[quads id=1]

Related Articles

Back to top button