સમાચારસુરત

સુરતમાં છ મહિના પહેલા પિતાનું કોરોનામાં મોત અને આજે માનસિક તાણથી દીકરાએ પણ ટુકાવ્યું જીવન

ગુજરાતનાં સુરત શહેરમાં ફરી  બની એક લાગણીશીલ ભરી ઘટના 6 મહિના પહેલા પિતાના અવસાન બાદ સિવિલ ઇજનેર દીકરાએ પણ પિતા પાછળ પોતાનું જીવન અંત આણ્યો.આર્થિક ભિસ અને માનસિક તણાવ હેઠળ જીવ ટુકાવ્યો ઘટના સ્થળેથી કોઈ સાબૂત ન મળતા પરિવારે પણ ચુપકીદી સેવી.

વધુ માહિતી અનુસાર  સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ગોકુલ રો હાઉસમાં ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં  ઝવેરી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતાનું કોરોના મહામારીમાં 6 મહિના પહેલાં મૃત્યુ થયા પછી  દીકરો ઋષિત માનસિક તણાવમાં રહેતો હતો. ઋષિત લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો હતો અને તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો  ઋષિતના નજીકના મિત્રોએ જણાવ્યું કે દોઢ વર્ષથી કોરોના મહામારીની બીમારીના કારણે ઋષિત આર્થિક ભીંસમાં આવી ગયો હતો અને તે બાબતે તે  વધુપડતો તણાવમાં રહેતો હતો. ઝવેરી પરિવારે દીકરાના આપઘાત વિષે હજી કોઈ માહિતી આપી નથી.

પોલીસની તપાસ અનુસાર બુધવારની  સાંજે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો હાઉસના પોતાના ઘરમાં જ ઋષિત ઝવેરીનો મૃતદેહ પંખા સાથે ચાદર બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવાર પાસેથી જાણવા મળ્યું  કે, ઋષિત સિવિલ ઈજનેર હતો અને તે  લેબર કોન્ટ્રેકટર તરીકે કામ હતો.

ઋષિતના મિત્રો કહે છે કે તે એક મહેનતુ અને પ્રામાણિક મિત્ર હતો. કોરોના મહામારીને લઈને તે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો હતો, વેપારધંધા પડી ભાંગતાં બેકાર થઈ ગયો હતો. ઋષિતના પિતાનું પણ  કોરોના મહામારીમાં લગભગ 6 મહિના પહેલાં મૃત્યુ થયા પછી ઋષિત વધુ તણાવમાં રહેવા લાગ્યો હતો. ઋષિતના આપઘાત પાછળ બેરોજગારી અને આર્થિક ભીંસ જવાબદાર છે.

ઋષિતના ઘણા મિત્રોએ આર્થિક રીતે મદદ પણ કરતાં હતા. મિત્રોને હાલ તેના આપઘાતના સમાચાર મળતા દુખી થયા છે અને તમામ મિત્રોએ એક સારો મિત્ર ગુમાવી દેવાનો શોક વ્યક્ત કરી રહ્યા છે.

બુધવારની મોડી સાંજે ઋષિત ઝવેરી નામના સિવિલ ઇજનેરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા પછી પોલીસ આપઘાતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ ગઈ હતી. જ્યાં  આખી રાત પોસ્ટ મોર્ટમ રૂમમાં રહેલા ઋષિતના મૃતદેહને ઉંદરો કોતરી ખાધા હોવાનું હાથ પરથી નિશાન મળી આવતા પોસ્ટ મોર્ટમ કરનાર ડોકટરો પણ ચોંકી ગયા હતાં. અને આ બાબતે ઝવેરી પરિવાર સિવિલના પીએમ રૂમમાં ઉંદરોએ ઋષિતના મૃતદેહને કોતરતા પરિવાર રોષે ભરાયો હતો. પોતાના દીકરાના મૃતદેહની આવી હાલત માટે કોણ જવાબદાર છે.

[quads id=1]

Related Articles

Back to top button