ગુજરાતના સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી વરાછા વિસ્તારમાં આવેલ પુણા સીતાનગર ચોકમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં નગર પાલિકાના પાણીની લાઇનમાંથી દૂષિત પાણી આવતા રહીશોના ઘરોમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાના કેસો આવ્યા છે, સોસાયટીમાં પાણીન આવવાની ફરિયાદ નગર પાલિકામાં કરી હતી પરંતુ પાણી ધીમુ આવતું હોવાની ફરિયાદ કર્યા પછીના બે દિવસથી પાણી આવ્યું હતું.
પાણી આવ્યું તો ખરું પણ પાણી શુદ્ધ ન હોવાથી પાણી દૂષિત અને પીળા રંગનું જોવા મળ્યું હતું જેના લીધે રહીશો બીમાર પડી રહ્યા છે. એજ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતાં રમેશભાઈ દવે અને તેના પરિવારમાં 5 વ્યક્તિઓને ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં બીમાર થયા છે.
પાસે નજીકમાં રહેતા ગુણવંતભાઈ વેકરીયાના પરિવારને પણ પાણી વાપરવાથી આવી જ બીમારી સામે આવી છે. એકજ સોસાયટીના 150 ઘરોમાં દૂષિત પાણી આવતું હોવાથી 500 લોકોના સ્વાસ્થય સાથે ચેડાં થઇ રહ્યા છે, તેમ છતાં નગર પાલિકાએ હજી સુધી કોઈ પગલાં ન લેતા રહીશો રોષે ભરાયા છે.
દુલાભાઈ હિરપરા જે આ સોસાયટીના પ્રમુખ છે તેમને જણાવ્યું હતું કે, સોસાયટીમાંથી પસાર થતી ગટર લાઈનની સાથે પીવાના પાણીની લાઈન સાથે થઈ જતાં પીવાનું પાણી આ કારણે ગંદુ આવે છે. આ બાબતે અમે પાલિકાને જાણ કરી હતી હજુ પણ પાલિકા તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નગર પાલિકાનું કહેવું છે કે, ચામુંડાનગરમાં પાણી ખરાબ આવે છે તેની કોઈ ફરિયાદ હજુ અમારા પાસે આવી નથી. આ બાબતે આવતીકાલે તપાસ કરીને જરૂરી કાર્યવાહી શરૂ કરશું.