સુરતના રત્નાકલાકારની દીકરી ઘરેથી મિત્રને ત્યાં બુક લેવા ગઈ પરંતુ ઘણો સમય થતાં પરત નહિ આવતા પરિવાર ચિંતિત થઈ ગયો, થોડાક સમય પછી દીકરીના પિતા પર ફોન આવ્યો કે જો તમારી દીકરી સહી સલામત જોઈએ તો 10 લાખ રૂપિયા આપીને લઈ જાવ આટલી જ વાત પોલીસને કરતાં વધુ તપાસ હાથ ધરીને અપહરણનો ગુનો દાખલ કર્યો છે. પરંતુ આ બાબતમાં દીકરીના પ્રેમીની શોધખોળ કરતાં પોલીસને તેના ઘરેથી તે પણ ઘરે ફોન મૂકી ગાયબ થઈ ગયો છે આ કેસ આવ્યા પછી વરાછા પોલીસ પણ આવા કેસ જોઈને નવાઈ પામી છે.
મળતી માહિતી મુજબ વરાછા પોલીસ જણાવ્યું કે કિરણભાઈ નામ બદલ્યું છે જે એક રત્નાકલાકાર છે હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની દીકરી 20 વર્ષની જે અહી જ આવેલ ક્લાસમાં સીએનો અભ્યાસ કરે છે. બુધવારે દીકરી સાંજે મિત્રને ત્યાં બુક લેવા જાવ છું એમ કહી ગઈ પછી આવી નહિ અને તેની ગુમ થયાની રિપોર્ટ નોંધ કરી છે.
પરંતુ પરિવાર જ્યારે દીકરીની શોધ ખોળ કરતાં હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવતા અને સાથે 10 લાખની માંગ કરતાં પરિવાર અંચબીત થઈ ગયો હતો જો દીકરી જોઈતી હોય તો 10 લાખ આપો નહિતર આમ 3 વાર અલગ અલગ નંબર પરથી ફોન આવતા પરિવારએ પોલીસને જાણ કરી હતી.
વરાછાના પીઆઈ પીએ આર્યએ જણાવ્યું હતું કે અમે અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી દીધો છે અને અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે જેમાં યુવતીને સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. યુવતીનો કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ છે.
યુવતી સાથે તે યુવક પણ ઘરેથી તે દિવસથી ગાયબ છે પોલીસને શંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહી તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા જેથી કોઈ એમણે શોધી ન શકે આ ઘટનામાં પોલીસ હજી પોતાની તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યું અનુસાર યુવતીના પ્રેમની વાત તેના પરિવારે પોલીસથી છુપાવી હતી પરંતુ બે દિવસ પહેલા જ યુવતિના ફોનમાં પિતાએ ફોટા જોઈ લીધા હતા અને બુધવારની રાતે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા છે એ વાતની પૂછપરછ ચાલુ છે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મોબાઈલ ફોર્મેટ મારતા તે જાતે ગઈ હોઈ શકે. ઘરેથી સવા છ વાગે ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવી જતાં આ બધી બાબતોથી શંકા થાય છે કે જાતે જ ગઈ છે કે તેની સાથે બીજા પણ હશે અને તેના મિત્રોની પણ તપાસ ચાલુ છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…