રમત ગમત

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા વિરાટ કોહલીને લઈને સુનીલ ગાવસ્કરે આપ્યું મોટું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચને લઈને મોટી પ્રતિક્રિયા સામે આવી છે. ભૂતપૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે તેને ખૂબ જ ખાસ રેકોર્ડ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે, આ અગાઉ પણ ઘણા મહાન ખેલાડી 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે.

મોહાલીમાં રમાવનારી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ મેચ હશે. આ રેકોર્ડ પ્રાપ્ત કરનાર તે 12 માં ભારતીય ખેલાડી હશે. આ અગાઉ ઘણા દિગ્ગજ ખેલાડી ભારત માટે 100 મી ટેસ્ટ મેચ રમી ચુક્યા છે.

સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા કરી અને તેને શાનદાર ખેલાડી ગણાવ્યા છે. તેમને એક નામી ચેનલમાં જણાવ્યું છે કે, હું એટલું જ કહી શકું છું કે, તે એક મોટી સિદ્ધિ હશે. જ્યારે તમે શાળાના બાળક તરીકે ક્રિકેટ રમવા ઈચ્છો તો એક દિવસ તમે ચોક્કસપણે ભારત માટે રમવાનું સપનું જોવો છો. અચાનક જ્યારે તમે રમવાનું શરૂ કરો છો અને વર્ષ બાદ વર્ષ પસાર થઈ જાય છે અને પછી તમારી 100 મી ટેસ્ટ પણ આવી જાય છે. આ એક ખૂબ જ ખાસ ફીલિંગ છે.

વિરાટ કોહલીએ દરેક ફોર્મેટમાં જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી છે. એવું નથી કે, તે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ સફળ રહ્યા છે. સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે, વિરાટ કોહલીએ પોતાની 100 મી ટેસ્ટમાં સદી ફટકારવી જોઈએ.

વિરાટ કોહલી ઘણા સમયથી સદી ફટકારી શક્યો નથી અને ચાહકો તેની સદીની રાહ જોઈ રહ્યા છે. ગાવસ્કરના મતે વિરાટ કોહલીએ પોતાની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં સદીઓનો દુષ્કાળ સમાપ્ત કરવો જોઈએ. તેમને વધુમાં જણાવ્યું છે કે, મને આશા છે કે તે સદી સાથે તેની 100 મી ટેસ્ટની ઉજવણી કરશે. વધુ બેટ્સમેન આ કારનામું કરી શક્યા નથી. મને યાદ છે કે કોલિન કાઉડ્રી કદાચ પ્રથમ એવો ખેલાડી હતો જેણે 100 ટેસ્ટ મેચ રમી અને 100 મી ટેસ્ટમાં સદી ફટકારી હતી. જાવેદ મિયાંદાદે આ કર્યું હતું. એલેક્સ સ્ટુઅર્ટે પણ આ કારનામું કર્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button