મનોરંજન

નવી મુશ્કેલીમાં ફસાઇ શિલ્પા શેટ્ટી, છેતરપીંડીનાં કેસમાં શમિતા, માતા સુનંદા અને તેનાં વિરુદ્ધ સમન્સ જારી

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક વાર ફરીથી વિવાદમાં આવી ગઈ છે. જાણકારી સામે આવી છે કે, માત્ર શિલ્પા જ નહીં તેમની માતા સુનંદા શેટ્ટી અને બહેન શમિતા શેટ્ટી ને પણ કોર્ટમાં હાજર રહેવાના સમન્સ પાઠવવામાં આવ્યું છે. લોન લેવાના કેસમાં બિઝનેસમેન દ્વારા તેમના પર કેસ ઠોકવામાં આવ્યો. આ બાબતમાં કોર્ટ દ્વારા શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને તેમની મમ્મી સુનંદા શેટ્ટીને 28 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, “અંધેરી કોર્ટ દ્વારા અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. એક બિઝનેસમેન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ ત્રણેય દ્વારા 21 લાખ રૂપિયાની લોન લીધા બાદ ચૂકતે કરી નથી. કોર્ટ દ્વારા આ ત્રણેયને 28 ફેબ્રુઆરીના હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ઓટો મોબાઈલ એજન્સીના માલિક લો ફર્મ મેસર્સ વાય એન્ડ એ લિગલ હેઠળ શિલ્પા-શમિતા અને સુનંદા શેટ્ટી સામે 21 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. બિઝનેસમેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, શિલ્પાના સ્વર્ગસ્થ પિતા સુરેન્દ્ર શેટ્ટીએ 21 લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી અને તે જાન્યુઆરી 2017 સુધીમાં વ્યાજ સાથે રકમ આપી દેવાના હતા પરંતુ તેવું બન્યું નથી.

ફરિયાદના આધારે જાણવા મળ્યું છે કે, શિલ્પા શેટ્ટી, બહેન શમિતા અને માતા સુનંદા શેટ્ટી કથિત રીતે 2015 માં પિતા દ્વારા લેવામાં આવેલ લોન ચૂકતે કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્ર શેટ્ટી દ્વારા વાર્ષિક 18 ટકાના વ્યાજે લોન લેવામાં આવી હતી. રિપોર્ટ મુજબ સુરેન્દ્ર શેટ્ટી દ્વારા પોતાની કંપની માટે આ લોન લેવામાં આવી હતી. એજન્સીના માલિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સુરેન્દ્ર શેટ્ટીએ દીકરીઓ અને પત્ની સુનંદાને લોનને લઈને જાણકારી આપી હતી.

તેમ છતાં સુરેન્દ્ર શેટ્ટી લોન ચૂકતે કરી તે પહેલાં જ 11 ઓક્ટોબર 2016 ના રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. તેના પછી શિલ્પા, શમિતા અને તેમના માતા સુનંદા શેટ્ટી લોન ચૂકવવાની ના પાડી રહ્યા છે. તેની સાથે લોનની વાત નકારતા જોવા મળ્યા છે. તેના લીધે તેમના સામે બિઝનેસમેને ફરિયાદ કરી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago