યુક્રેન પર રશિયાનું આક્રમણ એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે. જયારે હવે જાણકારી સામે આવી રહી છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તુર્કીમાં બેઠક બાદ મળી શકે છે. એક નામી એજન્સી મુજબ, યુક્રેનિયન પક્ષના અધિકારીઓના હવાલાથી આ જાણકારી સામે આવી છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ, નાયબ રશિયન સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે કે, રશિયા ‘પ્રગતિના પ્રથમ સંકેતમાં કિવ અને ઉત્તરી યુક્રેનિયન શહેર ચેર્નિહિવ નજીક લશ્કરી પ્રવૃત્તિ વધારી રહ્યું છે કારણ કે યુક્રેન અને રશિયાના રાજદ્વારીઓ સંભવિત યુદ્ધવિરામ અંગે ચર્ચા કરશે. રશિયાએ એમ પણ કહ્યું હતું કે, તે રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની સંભવિત બેઠક માટે સમયમર્યાદાને ઝડપી બનાવવા માટે તૈયાર છે.
ઈસ્તાંબુલમાં યુક્રેનના અધિકારીઓ સાથેની વાતચીત બાદ રશિયાના મુખ્ય વાર્તાકાર વ્લાદિમીર મેડિન્સકીએ જણાવ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરારનો ડ્રાફ્ટ તૈયાર થયા બાદ ક્રેમલિન આવી રીતની બેઠક કરવા માટે તૈયાર છે. રિપોર્ટ મુજબ, પુતિન અને ઝેલેન્સકીની બેઠક પહેલા બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.
તુર્કીમાં યુક્રેન અને રશિયા વચ્ચેની મંત્રણા એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેની અને પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ઈરપિનના કીવ ઉપનગરથી રશિયન સૈનિકોને બહાર કાઢવામાં યુક્રેનની સફળતા હોવા છતાં, રશિયન દળો પૂર્વી યુક્રેનને કાપી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હુમલા કરી રહ્યા છે. જ્યારે માનવતાવાદી આપત્તિમાં વધારો કરી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…