જે વ્યક્તિ ને એક સમયે વેઇટર ની નોકરી માટે પણ ના પડી દેવામાં આવી હતી, તેણે ઊભું કરી દિધુ હોટેલોનું મોટું સામ્રાજ્ય.
આ કોઈ નવી વાત નથી કે જો ગરીબી પાછળ પડી જાય, તો દુર અને લાંબો સમય સુધી પીછો કરતી રહે છે. આ ગરીબી પણ એકલી નથી આવતી, પણ પોતાની સાથે બીજી ખામીઓનો ગુચ્છો લઈ ને ફરે છે. અક્ષમતા અને અકુશળતા જેવી મોટી ખામીઓ હંમેશા ગરીબીમાં જ આવે છે. એ ગરીબ વેઈટરની ઉંમર જ શું હતી? ફક્ત ૧૫ વર્ષ. બ્રિગ શહેરનાં એક ઠીક ઠાક હોટલમાં વેઈટર હતો. દેહાત થી આવેલા એ છોકરાથી ભુલો એવી થતી હતી, જેમ કિશોર વયમાં નજરો ભટકી જાય છે. જેટલી વાર ધ્યાન ભટકતુ એટલી ભુલો થઈ જતી અને એટલી જ વાર ફટકાર પણ ખાવી પડતી. સમજાવવા વાળા પણ ઓછા હતા, પણ તેની સમજની ખડકી ખુલવાનુ નામ જ નોહતી લેતી.
તું કોઈ હોટલ માટે બન્યો જ નથી: એક દિવસ એક ગ્રાહકનો ઓર્ડર પુરો કરવામાં મોટી ભુલ પડી તો હોટલનો માલિક લાલ પીળો થઈ ગયો, એ છોકરાને સામે ઉભો રાખી કહ્યુ, ‘ મુર્ખ, જા અહી થી, તને નોકરી માંથી અત્યારે જ કાઢવા માં આવે છે એક પછી એક ભુલો! ઘણું થયું. તને ખુબ સમજાવી લીધો પણ કંઈ ફાયદો થયો નહિ, તારું કંઈ નહિ થાય તુ્ આ હોટલ તો શું કોઈ પણ હોટલ માટે બન્યો જ નથી. આ ક્ષેત્ર માટે તું નકામો છે. અહીયા તારુ ગુજરાન નહી ચાલે. આ ક્ષેત્ર એક અલગ જ ભાવ અને લગાવ ની માંગ કરે છે, પણ તને આ વાત નહિ સમજાય, નીકળી જા અહિથી, ફરી વાર તારું મોઢું દેખાડતો નહી.’
ફટકાર તો પહેલા પણ મળી હતી, પણ આવા ધુત્કારથી એ છોકરો નિરાશ થઈ ગયો. એણે મદદ પણ માંગી પણ નાકામ રહ્યો. એવું શિક્ષણ પણ નોહતું કે તાત્કાલિક બીજી નોકરી મળી જાય. ચર્ચમાંથી થોડું ઘણું ભણીને આવ્યો હતો, તો ત્યાં જ સેવા કરવા માટે જતો રહ્યો. કાબિલિયત અને સમજદારી પર એવો સવાલ ઉઠ્યો કે દરેક ક્ષણે એ એને ખુચતું હતું. એ હોટલ માલિકની ધુત્કાર એને વારે વારે યાદ આવતી હતી.
હોટલ ઉદ્યોગ માટે જ જાતને સાબિત કરવાનું નક્કી કર્યું: ગરીબ ખેડુત પરિવાર નો હતો એ, પોતાના પિતાનું સૌથી નાનુ અને ૧૩મુ સંતાન. ગામ અને ખેતી તરફ પાછું ફરવું શક્ય ન હતું. ધીરે ધીરે એને સમજાયું કે મહેનત લગન વિના જીવનની રાહ પર ચાલવું અશક્ય છે. તેણે પોતાની એક એક ખામીઓ પર ધ્યાન દેવાનું શરૂ કર્યું.
ક્યારે ફટકાર મળ્યો, ક્યારે વખાણ મળ્યા. મન માં એણે નક્કી કર્યું કે નોકરી એવી કરો કે કોઈ છીનવી ન શકે. કામ કાજનાં વહી ખાતામાં ફરિયાદોના ડાઘ ન લાગે. હવે તે પોતાની જાતને સાબિત કરવા માટેની તક ખોજવા લાગ્યો. મનમાં એ વાત બેસી ગઈ કે જે હોટલ ઉદ્યોગ ને માટે એને નકામો કહેવામાં આવ્યો હતો, એમાં જ પોતાની જાતને સાબિત કરવી છે.
અને વેઈટર માંથી બની ગયો મેનેજર: તે વર્ષ ૧૮૬૭ હતું, એને સમાચાર મળ્યા કે પેરિસમાં એક મોટું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાવાનું છે. દુનિયા ભર માથી મહેમાનો આવશે, રેસ્ટોરન્ટ અને હોટલોને મોટા ધોરણે મજૂરોની જરૂર પડશે. ૧૫ વર્ષનો એ છોકરો પોતાના ગામ દેશ સ્વિટ્ઝરલેન્ડ થી દૂર પોતાને સાબિત કરવા માટે નવા દેશ ફ્રાંસ પહોંચી ગયો.
પેરિસના એક હોટલમાં સહાયક વેઈટર ની નોકરી મળી ગઈ. નવી મળેલી જીંદગીમાં જાતને આપેલું વચન પણ પાળવાનું હતું. સેવા એવી કરવી કે અનમોલ સ્મિત થી જવાબ મળે. સામે જે આવે એને એવો અનુભવ કરાવવો કે એ ખૂબ જ ખાસ છે.
ગ્રાહકની એક એક યોગ્ય જરૂરિયાત ને સમયથી પહેલા જ પુરી કરવાનો પ્રયત્ન કરવો. એ છોકરાની પ્રગતિ થતી ગઈ, મેનેજર બની ગયો. માત્ર ચાર વર્ષમાં પેરિસમાં ઓળખાણ બની ગઈ. લોકો એને સેઝાર રિત્ઝ(૧૮૫૦-૧૯૧૮) ના નામ થી ઓળખવા લાગ્યા.
પૈસાદાર લોકો સાથે મિત્રતાની કીમત નોકરી ગુમાવીને ચુકવવી પડી: એક થી એક વિદ્વાનો, ગુણવાનો, રહીસો સાથે તેમને મળવાનુ થયું. જે પણ સંપર્કમાં આવ્યું, એ તેના સેવા સત્કાર નું કાયલ થઈ ગયું. સેઝારે પોતાના મહેમાનો ના બધા જ સારા ગુણ પોતાના વ્યવહારમાં ઉતારી લીધા. એક વાર તો એવું પણ બન્યું કે રહિસો સાથેની દોસ્તી ની કીમત નોકરી ગુમાવીને ચુકવવી પડી.
યોગ્યતા એવી હતી કે બીજી નોકરી સરળતા થી મળી જતી હતી. સારી સેવાને લીધે સારા સેવાભાવી વેઈટરો, મેનેજરો, રસોઈયાઓ ની ટીમ બનતી ગઈ. રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાયમાં સ્વાદની મોટી ભૂમિકા હોય છે. તો એ સમયનાં સૌથી સારા રસોઈયા અગસ્તે સ્કોફેયરને એમણે હંમેશા માટે પોતાનો સારો મિત્ર બનાવી લીધો. પછી શરૂ થયો પોતાની હોટલ- રેસ્ટોરન્ટ્સ ખોલવાનો અથાક સફળ પરિશ્રમ.
તો આવો હોય છે, પોતાને સુધારી ને ઉભો કરાયેલ જોશ, જુનૂન અને જજ્બા. આપણે ભૂલી નહી શકીએ, જે સેઝાર રિત્ઝને હોટલ ઉદ્યોગે અયોગ્ય કરાર આપ્યો હતો, આજે તેના ગ્રુપ પાસે દુનિયા ના ૩૦ દેશો માં ૧૦૦ થી વધું હોટલ અને ૨૭,૬૫૦ થી વધુ શાનદાર રૂમ છે. હોટલોની દુનિયામાં એમને આજે પણ કહેવાય છે, ‘ હોટલ વાળાના રાજા અને રાજાઓના હોટલ વાળા.’