યુવતીને ખભા પર બેસાડી યુવતીનો બૂલેટ પર સ્ટંટ વીડિયો વાયરલ – જુઓ વિડિયો
ઉત્તર પ્રદેશમાં ચાલુ સ્કોર્પિયો જીપની છત ઉપર ચડીને યુવકે સ્ટંટ કર્યા હતા. ત્યારબાદ ત્રણ યુવતીઓએ પણ બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ થતાં પોલીસે યુવતીઓને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગાઝિયાબાદમાંથી વધુ બે યુવતીઓનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બૂલેટ ઉપર બે યુવતીઓ સવાર છે અને એક યુવતી બીજી યુવતીના ખભા ઉપર બેશી છે.
બીજી યુવતી બૂલેટ ચલાવીને સ્ટંટ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જોકે, પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે 28,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ગાઝિયાબાદ પોલીસે બાઇક પર સ્ટંટ મારવા બદલ બે યુવતીઓને દંડ ફટકાર્યો છે. નદુરસ્તામાં બાઇક સવારી કરી રહેલી યુવતીઓએ આ દ્રશ્ય તેમની સોશિયલ મીડિયા નેટવ‹કગ સાઈટ પર મુક્યો હતો. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થયો છે.
પોલીસે વીડિયો સામે સુમોટો કોગ્નિઝન્સ તરીકે કેસ દાખલ કર્યો છે. અને ટ્રાફિક ઉલ્લંઘનના આરોપમાં રૂ. 28,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. શિવાંગી ડબાસ તેના ખભા પર બેઠી હતી જ્યારે રેસલર સ્નેહા રઘુવંશી બાઇક પર સવાર હતી. આ વીડિયો શનિવારે ફિલ્માવવામાં આવ્યો હતો અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. સ્નેહા રઘુવંશીની માતા મંજુને સ્ટંટ મારવા બદલ 11,000 દંડ ફટકાર્યો હતો.
View this post on Instagram
વીડિયોમાં બે યુવતીઓ 20 વર્ષથી ઓછી વયની હતી અને તાજેતરમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું. શિવાંગી કેસ વિશે વાત કરતાં અમે શનિવારે મધુબન બાપુધામ પાસે એક વીડિયો શૂટ કર્યો હતો. તેને ઇન્સ્ટાગ્રામ પર મુકતા વાયરલ થયો હતો. બંનેને ટ્રાફિકના ભંગના વિવિધ કેસોનો દંડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાઝિયાબાદ જિલ્લામાં બુલેટ રાણીનો અન્ય એક ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. છોકરીઓ આ સ્ટંટ કરી રહી છે. બાઇક પર ગાજીબાયદનો નંબર નોંધાયેલ છે. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે તેના પર કાર્યવાહી હાથ ધરી છે. 11 હજાર રૂપિયાનું ચાલન કાપવામાં આવ્યું છે.