ગુજરાતસમાચાર

ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી, પરિપત્ર થયો જાહેર

ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી, પરિપત્ર થયો જાહેર

આગામી 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ગુજરાત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે. અને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન જો કોઈ આ નવા નિયમ પ્રમાણે ભંગ કરતા જોવા મળશે તો તેમને મોટો દંડ કરવામાં આવશે. આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. અને આ મામલે રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના આઈજી પિયુષ પટેલે આ મામલે પરિપત્ર જારી કર્યો છે.

રાજ્યમાં હવે આગામી 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું વાહનચાલકને ભારે પડવાનું છે. આ માટે રાજ્યની સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ નવા નિયમોનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી 6થી 15 માર્ચ સુધી લાગુ રહેશે. પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા યોજવા માટે કહેવામાં આવ્યું છે.

આ સ્પેશિયલ ડ્રાઈવમાં ખાસ કરીને ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે જેમકે, હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિનાના વાહનચાલક માટે કરવા જણાવ્યું છે. જેમાં પીયૂષ પટેલે પરિપત્ર જાહેર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા માટે રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપવામાં આવી છે, અને જે આ સૂચનાનું પાલન ન કરે તેમને કડક દંડ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ આપવા માટે આ પરિપત્રમાં જણાવ્યું છે. ત્યારે હવે જો આ નવ દિવસોમાં તમે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો તો તમને દંડ ભરવો પડી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button