વિચિત્ર ઘટના….મહિલા પ્રાઈવેટ પાર્ટમાં 10 કરોડની કિંમતની ૮૦ ડ્રગ્સ કેપ્સુલ છુપાવીને આવી, ડોકટરો પણ હેરાન થઈ ગયા
રાજસ્થાનથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં એક આફ્રીકન મહિલા દ્વારા એવો કાંડ કર્યો છે જેને જાણીને તમે અચંબામાં મૂકી જશો. રાજસ્થાનમાં એક આફ્રિકન મહિલા પોતાના પ્રાઈવેટ પાર્ટમાં ડ્રગની કેપ્સુલ છુપાવીને આવી હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ મહિલામાંથી કેપ્સુલ કાઢવા માટે તેને રાજસ્થાનના જયપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, શારજાહથી આવેલી આ મહિલા સાંગાનેર એરપોર્ટ પાસે ઝડપાઈ હતી. શંકાસ્પદ જોવા મળતા મહિલાની અટકાયત કરવામાં આવી હતી. અધિકારી મુજબ જણાવવામાં આવ્યું છે કે, મહિલા દ્વારા પ્રાઇવેટ પાર્ટમાં 80 કેપ્સૂલ છુપાવી રાખવામાં આવેલ છે. મહિલાને એનિમા આપી કઢાઈ રહી છે. જ્યારે આ કેપ્સુલની કિંમત 10 કરોડ રૂપિયાની રહેલી છે. ડોકટરો દ્વારા આ કેપ્સુલ હાલ કાઢવામાં આવી છે.
નોંધનીય છે કે, મહિલા જયપુર એરપોર્ટ પર આવી ત્યારે આ મહિલા અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે અધિકારીઓને પહેલાથી જાણ થઈ ગઈ હતી કે મહિલા પ્રાઈવેટ પાર્ટમાં ડ્રગ્સની કેપ્સુલ છુપાવીને લાવી રહી છે. મહિલા શારજાહથી જયપુર આવી ગઈ હતી. જયપુર એરપોર્ટ પર મહિલાની ચેકિંગ કરવામાં આવ્યું તો પહેલા તેનામાં કોઈ શંકાસ્પદ સામાન મળ્યો નહોતો. ત્યાર બાદ ડીઆરઆઈની ટીમ દ્વારા મહિલાને સવાઈ માનસિંહ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ત્યાં જઈને મહિલાની બોડીને સ્કેન કરાવી તો તેની અંદર ડ્રગ્સ હોવાનુ જાણવા મળ્યું હતું. ત્યાર બાદ આ મહિલાની અટકાયત કરી તેની હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.