MBA ની સ્ટુડન્ટ આ રીતે રોડ પર ડાન્સ કરી ને લોકો ને સમજાવી રહી છે ટ્રાફિક ના નિયમો, ધન્ય છે ભારત ની આ દીકરી ને
મોટાભાગના વ્યક્તિમાં કઈક અલગ કરવાનું ઝૂનુન સવાર હોય છે પરંતુ ઘણા લોકોને તેમના ટેલેન્ટ પ્રમાણે કામ મળતું નથી, તો ક્યાંક એવા લોકો પણ હોય છે જે પોતાનું ટેલેન્ટ સારા કામમાં ઉપયોગમાં લે છે. એક એવી જ ટેલેન્ટેડ યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે ટ્રાફિક સિગ્નલ ડાન્સ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવે છે.
આ યુવતી છે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરની જેનું નામ છે શુભી જૈન. જે એમબીએના અભ્યાસ સાથે ટ્રાફિક પોલીસની ફરજ પણ નિભાવી રહી છે, લોકોને ટ્રાફિકના નિયમો અને ફરજ સમજાવવા માટે તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે પોતાની ખુશીથી ઇંદોરના રસ્તાઓ ઉપર ટ્રાફિક પ્રબંધન કરવા માટે ટ્રાફિકના માનદંડો અને નિયમો વિશેની જાગૃતતા લાવવા માટેનું કામ કરે છે.
View this post on Instagram
શુભી ડાન્સ કરતાં લોકોને ટ્રાફિક વિશે જાણકારી આપે છે. તે લોકોને હેલ્મેટ પહેરવા માટે અને ગાડી ચલાવતી વખતે સીટબેલ્ટ પણ લગાવવા માટે પણ કહે છે. ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે તે અલગ ટ્રિક અને સ્ટાઈલ અપનાવે છે. રસ્તા પર તે વીજળીની જેમ દોડે છે.
ઇન્દોરમાં સાંજના સમયે રસ્તાઓ ઉપર ટ્રાફિક વધુ થઇ જાય ત્યારે અહીના ટ્રાફિક પોલીસ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓની મદદ લે છે. જે વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો.શુભીના આ સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે અને સાથે તેના કામની પ્રશંશા પણ કરી રહ્યા છે. તેની કામ કરવાની રીત અને ચહેરાના ભાવ ના ઘણા લોકોને વખાણ કરી રહ્યા છે.
મીડિયાને શુભીએ જણાવ્યું હતું કે તે ઘણી ખુશ છે કે તેણી પહેલથી લોકોએ સિટ બેલ્ટ અને હેલમેટ પહેરવાનું શરૂ કરી દીધું છે. ઇન્દોરના એમજી રોડ ઉપર રીંગલ ચાર રસ્તા, હાઇકોર્ટ ચાર રસ્તા અને ઇન્દ્રપ્રસ્થ ચાર રસ્તા પર સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી તે સેવા આપે છે. કારણ કે અહી ત્રણ રસ્તા પડતાં હોવાથી ટ્રાફિક વધુ રહે છે. શુભીની આ સેવા ભાવનાથી પણ ઘણા લોકો પ્રભાવિત થયા છે.