સ્ટીવ સ્મિથે પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ, સંગાકારા અને સચિન જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર ખેલાડી બની ગયા છે. તેમને પાકિસ્તાન સામે લાહોરમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાના 12 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડને તોડી દીધી છે.
32 વર્ષીય સ્ટીવન સ્મિથે તેમની 151 મી ઇનિંગ્સ (85 ટેસ્ટ) માં આ ખાસ આંકડો પ્રાપ્ત કર્યો છે, જ્યારે કુમાર સંગાકારાએ 152 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ યાદીમાં ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર (154 ઇનિંગ્સ), ગેરી સોબર્સ (157 ઇનિંગ્સ) અને રાહુલ દ્રવિડ (158 ઇનિંગ્સ) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન પર રહેલા છે.
સ્ટીવન સ્મિથનું તેમ છતાં લાહોર ટેસ્ટમાં પ્રદર્શન ખાસ રહ્યું નથી અને તેમને મેચમાં માત્ર એક અડધી સદી ફટકારી હતી. તેમને પ્રથમ ઇનિંગમાં 169 બોલમાં 59 રન અને બીજી ઇનિંગમાં 27 બોલમાં માત્ર 17 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે પોતાની બીજી ઇનિંગમાં 227/3 પર ડિકલેર કર્યો અને પાકિસ્તાનને જીતવા માટે 351 રનનો ટાર્ગેટ આપ્યો છે.
સ્ટીવન સ્મિથની કારકિર્દીની વાત કરીએ તો તેમને 85 મેચની 151 ઇનિંગ્સમાં 59.77 ની એવરેજથી 8010 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 27 સદી અને 36 અડધી સદી પણ ફટકારી છે.