કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કોહરામ મચાવી દીધો છે. દેશભરમાં કરોડો લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ ચૂકી છે અને લાખો લોકો રોજ રસી લેવા માટે રસી સેન્ટર પણ પહોંચી રહ્યા છે. જો કે રસી લગાવ્યા બાદ તમને કોઈ આડઅસર ન થાય તેમાં તમારો ડાયેટ પણ ખુબ મહત્વનો ભાગ ભજવે છે.
રિપોર્ટનું માનીએ તો કોરોનાની રસી મૂકાવતા પહેલા અને લીધા બાદ તમારે શું ખાવું જોઈએ અને શું નહીં તે જાણવું ખુબ જરૂરી છે. જો તમે કોવિડની રસી મૂકાવવા જઈ રહ્યા હોવ તો નિયમિત રીતે પાણી ખુબ પાણી પીવું જરૂરી છે. તરબૂચ, કાકડી, ખીરા કાકડી જેવા પાણીથી ભરપૂર ફળોનું સેવન કરો. જેથી કરીને રસીના કારણે થતી આડઅસરની આશંકા ઓછી થઈ શકે.
આ સાથે જ રસીના આખા કોર્સ દરમિયાન તમને સારું મહેસૂસ થાય. રસી મૂકાવ્યા બાદ દારૂનું સેવન બિલકુલ ન કરો. કારણ કે તેના કારણે ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછત સર્જાઈ શકે છે. જેના કારણે રસીની આડ અસર વધી જાય છે. આલ્કોહોલ રિસર્ચ નામની જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીનું માનીએ તો રસી મૂકાવ્યા બાદ દારૂ પીવાથી ઈમ્યુનિટી પણ નબળી થાય છે.
બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશિયનમાં પ્રકાશિત એક રિસર્ચનું માનીએ તો કોવિડ રસી લગાવ્યા બાદ સેચુરેટેડ ફેટ અને કેલેરીઝથી ભરપૂર પ્રોસેસ્ડ ફૂડથી બિલકુલ દૂર રહેવું જોઈએ. જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનના એક સ્ટડીનું માનીએ તો કોરોનાની રસી મૂકાવ્યા બાદ વધુ પડતી ગળી અને ખાંડવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નહીં તો સ્ટ્રેસ અને એન્ઝાઈટી થઈ શકે છે અને ઊંઘ પણ બગડી શકે છે.
કોરોના રસી લીધા બાદ શક્ય હોય તો સ્વસ્થ અને સંતુલિત ડાયેટનું સેવન કરો. જેમાં ઉર્રટ્ઠિૈહ અને ફાઈબરથી ભરપૂર ચીજો સામેલ કરો. જેથી કરીને ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ રહે. અમેરિકાના સીડીસીનું માનીએ તો કેટલાક લોકોને રસી લીધા બાદ બેહોશી જેવા લક્ષણ પણ જોવા મળે છે. આવામાં ભરપૂર પાણી પીવું અને હેલ્ધી ડાયેટનું સેવન કરીને હટૈીંઅ અને બેહોશી જેવી મુશ્કેલીઓને રોકી શકાય છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…