5 જુલાઇએ બનવા જઈ રહ્યો છે યોગિની એકાદશીનો શુભ સંયોગ, માત્ર કરો આ પૂજા બદલાઈ જશે ભાગ્ય
ભારતીય સંસ્કૃતિમાં હિંદુ ગ્રંથના અનુસાર વર્ષમાં આવતી ૧૨ એકાદશી કરતાં વધુ મહત્વ અને પુણ્ય એકાદશી એટલે અષાઢ મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની, શયની એકાદશી પણ કહે છે. હિન્દુ શાસ્ત્રમાં કહેવાય છે કે આ વ્રતને કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે.આ લોકમાં સુખ ભોગવ્યાની સાથે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે.
પૌરાણિક કથાઓ મુજબ યોગિની એકાદશીનુ વ્રત કરવાથી ૨૮ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનુ પુણ્ય મળે છે.આ એકડશીને દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા અર્ચના થાય છે. અને ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર આ વ્રત કરતા પહેલા અમુક નિયમનું પાલન કરવું જોઈએ આ વ્રત દશમી તિથિથી લઈને દ્વાદશી સુધી દાન કર્મ સાથે આ વ્રત સમાપ્ત થાય છે.જેનાથી દશમી તિથિથી જ તામસિક ભોજનથી દૂર રહેવુ જોઈએ. પુરાણોમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે.
આ એકાદશીએ ભગવાન જાગૃત રહે છે ત્યારબાદ તેઓ પોઢી જાય છે એટલે સૂઈ જાય છે તેથી શયની અને દેવપોઢી એકાદશીના નામથી પણ જાણે છે. જેમાં ભગવાન વિષ્ણુ ચાર મહિના શયન કરવા જતા રહે છે.અને આ ચાર માસ એટલે આપણે ચાતુર્માસ તરીકે ઓળખીએ છીએ. આ એકદક્ષિની પૂજા માટે સર્વ પ્રથમ સ્નાન કરી નિત્યકર્મથી પરવારી સંકલ્પ કરવાનો હોય છે.
પદ્મપુરાણમાં દર્શાવવામાં આવ્યુ છે કે આ દિવસે તલથી સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને પીપળાની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કથા અનુસાર જ્યારે મહાભારત સમય દરમ્યાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને આ કથા કરતા કહે છે કે ધનકુબેર રાજા જેઓ શિવના ભક્ત હતા. અને તેઓ નિત્ય શિવજીની પૂજા અર્ચના કરી ફૂલ ચઢાવતા હતા.
ફૂલની દેખભાળ માટે ધનકુબેર એ હેમ નામનો માળી રાખ્યો હતો, જે પૂજા માટે ધનકુબેરને હંમેશા ફૂલ લાવી આપતો પરંતુ એક દિવસ તે સમયે ફૂલ આપવાનું ભૂલી ગયો. પોતાની પત્ની સાથે વિહરવા નીકળી ગયો. જ્યારે આ વાત ની જાણ ધનકુબેરને થઈ ત્યારે ફૂલ ન ચઢાવી શક્યાના દુખથી ધનકુબેર ગુસ્સામાં આવી ગયા અને ત્યારે તે જ સમયે હેમને બોલાવવા સૈનિકને મોકલ્યા અને જ્યારે હાજર થયા.
તો સૈનિક એ જણાવ્યું કે માળી હેમ એમની પત્ની સાથે વિહાર કરતાં હતા. આટલું સાંભળ્યા બાદ તરત જ ગુસ્સામાં આવી ધન કુબેર બોલ્યા જા હું તને શ્રાપ આપું છું કે જે પત્નીના પ્રેમના લીધે તે મારા કામનો અનાદર કર્યો છે તે જ પત્નીથી તારો વિરહ થશે અને મૃત્યુ સાથે તને કુષ્ટ રોગથી પીડાશે.
રાજાએ આપેલા શ્રાપ બાદ હેમની પત્ની સાથે વિયોગ થયો તે પછી તેની તબિયત બગડવા માંડી, અને આ શ્રાપનો તોળ શોધવા માટે તે પૃથ્વી પર જંગલમાં આવવા નીકળી પડ્યો.જંગલમાં ફરતાં ફરતાં એક દિવસ તે માર્કન્ડેય ઋષિના આશ્રમે પહોંચી ગયો અને એમના પગે પડી ગયોઅને પોતાની સાથે થયેલ વાર્તા સાંભળવી.
હેમની વાર્તા સાંભળી માર્કન્ડેય ઋષિએ તેને એક વ્રત બતાવ્યું. તેમણે અષાઢી માસમાં આવતી કૃષ્ણ પક્ષની યોગિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાનું કહ્યું, જેનાથી એનાં પાપ નષ્ટ થઈ શકે એમ હતાં. હેમ માળીએ આ વ્રત રાખ્યું અને એના પ્રભાવથી પોતાના જૂના સ્વરૂપમાં જ આવી ગયો અને પોતાની જીવનસાથી સાથ સુખી રીતે જીવન વિતાવવા લાગ્યો.