ભારતીય પ્રવાસ પર શ્રીલંકાની ટીમ રમશે ડે-નાઈટ ટેસ્ટ મેચ, તેની સાથે સામે આવી આ મોટી જાણકારી…..
ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ટેસ્ટ સીરીઝની એક મેચ બેંગ્લોર રમાવવાની છે તેને લઈને મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા છે કે આ મેચ ડે-નાઈટ રમાશે. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી દ્વારા ગુરુવારના આપવામાં આવી છે. શ્રીલંકન ટીમ આ મહિનાની અંતમાં ભારત પ્રવાસ પર આવશે અને અહીં બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી-20 મેચની સીરીઝ રમશે.
સૌરવ ગાંગુલીએ એક નામી ચેનલથી વાતચીત કરતા જણાવ્યું છે કે, “હા પિંક બોલ ટેસ્ટ મેચ બેંગ્લોરમાં રમાશે. અમે અત્યાર સુધી શ્રીલંકા શ્રેણી માટે બધા સ્થાનો પર નિર્ણય કર્યો છે, પરંતુ તેની જાહેરાત ખૂબ જ જલ્દી કરવામાં આવશે.
તેની સાથે ભારતમાં આ ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ હશે. આ અગાઉ ભારતીય ટીમે સૌથી પહેલા બાંગ્લાદેશ સામે 2019 માં કોલકાતામાં પિંક બોલ ટેસ્ટ રમી હતી અને પછી બીજી મેચ 2021 માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી.
શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી પ્રથમ વખત ટીમના કેપ્ટન તરીકે નહીં પરંતુ બેટ્સમેન તરીકે મેદાન પર ઉતરશે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ સમાપ્ત થયા બાદ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. એવામાં બીસીસીઆઈએ અત્યાર સુધી નવા કેપ્ટનના નામની જાહેરાત કરી નથી.
ભારતીય ટીમ શ્રીલંકા સીરીઝ પહેલા વેસ્ટ ઇન્ડીઝ સામે રવિવારથી વનડે સીરીઝ રમશે. બંને ટીમો વચ્ચે છ ફ્રેબુઆરીના અમદાવાદમાં પ્રથમ વનડે મેચ રમશે જે ભારતીય ટીમની 1000 વનડે મેચ પણ હશે. તેમ છતાં કોરોનાના કારણે ચાહકોને સ્ટેડીયમમાં જવાની પરવાનગી નથી.