શ્રીસંતે ૯ વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરતા કર્યો મોટો ધમાકો, એક જ ઓવરમાં લીધી આટલી વિકેટ
શ્રીસંતે ૯ વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરતા કર્યો મોટો ધમાકો, એક જ ઓવરમાં લીધી આટલી વિકેટ
વર્ષ 2006 થી 2011 સુધી ટીમ ઇન્ડિયાના મહત્વના બોલરોમાંથી એક રહેલા S Sreesanth એ એક વખત ફરીથી ઘરેલું ટુર્નામેન્ટ દ્વારા ક્રિકેટમાં એન્ટ્રી કરી છે. રણજી ટ્રોફી 2022 માં તે કેરળની ટીમમાં સામેલ છે. મેઘાલય સામે ચાલી રહેલી પ્રથમ મેચમાં તેમને પ્લેઇંગ ઈલેવનના પણ ભાગ બનાવવામાં આવ્યા છે. શ્રીસંતે પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરતા પ્રથમ બે વિકેટ પ્રાપ્ત કરી લીધી છે.
રણજી મેચમાં કેરળ સામે મેઘાલયની સંપૂર્ણ ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેરળ તરફથી બોલિંગ કરી રહેલા શ્રીસંતને શરૂઆતી વિકેટ પ્રાપ્ત થઈ પરંતુ તેમને છેલ્લા બેટ્સમેનોએ આઉટ કરીને રાહતનો શ્વાસ લીધો હતો. શ્રીસંતે આર્યન બરોરા અને ચેંગકામ સંગમાંને એક જ ઓવરમાં આઉટ કરી મેઘાલયની ઇનિંગનો અંત કર્યો હતો. પ્રથમ દિવસે શ્રીસંતે 11.5 ઓવર બોલિંગ કરી હતી. તેમને 40 રન આપી ૨ વિકેટ પ્રાપ્ત કરી હતી.
શ્રીસંતે છેલ્લી વખત લાલ બોલથી ક્રિકેટ વર્ષ 2013 માં મુંબઈ સામે ભારત તરફથી રમી હતી. શ્રીસંતને આ મેચમાં એક વિકેટ મળી હતી. ૯ વર્ષ બાદ તેમને હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની તક મળી છે.
શ્રીસંતે 25 ઓક્ટોબર 2005 ના રોજ શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. જ્યારે અંતિમ મેચ તેમને ઓગસ્ટ 2011માં ઓવલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. એટલે કે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યાને 10 વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો છે. શ્રીસંતે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 169 વિકેટ પ્રાપ્ત કરી છે.