રાજકારણ

સોનિયા ગાંધીએ ઉઠાવ્યો સોશિયલ મીડિયાના દુરુપયોગનો મુદ્દો, FB-Twitter પર નફરત ફેલાવવાનો લગાવ્યો આરોપ

સોનિયા ગાંધીએ ઉઠાવ્યો સોશિયલ મીડિયાના દુરુપયોગનો મુદ્દો, FB-Twitter પર નફરત ફેલાવવાનો લગાવ્યો આરોપ

લાંબા મૌન બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. એટલું જ નહીં, તેમણે લોકસભામાં સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગનો આરોપ પણ લગાવ્યો. સોનિયાએ ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષોના વર્ણનને આકાર આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, તે વારંવાર ધ્યાન પર આવ્યું છે કે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ તમામ પક્ષોને સમાન તકો પૂરી પાડી રહી નથી.

વોલ સ્ટ્રીટ જનરલને ટાંકીને સોનિયા ગાંધીએ કહ્યું કે, આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુકે શાસક પક્ષને કેવી રીતે સમર્થન આપ્યું હતું. અન્ય ઘણા અહેવાલોમાં પણ આવા જ દાવા કરવામાં આવ્યા હતા. જે સૂચવે છે કે ફેસબુકે પોતે જ પોતાના નિયમો તોડ્યા અને શાસક પક્ષ અને સરકારની તરફેણ કરી.

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે સોશિયલ મીડિયા દ્વારા ખોટી માહિતી આપીને દેશના યુવાનો અને વડીલોમાં નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કંપની આ વાતથી વાકેફ છે, પરંતુ તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બુધવારે લોકસભામાં સોશિયલ મીડિયા વતી રાજકીય વાર્તા સેટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણી લોકશાહીને હેક કરવાનો ખતરો વધી રહ્યો છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે ફેસબુક દ્વારા સત્તાની મિલીભગતમાં જે રીતે સામાજિક સમરસતા બગાડવામાં આવી રહી છે તે આપણા લોકતંત્ર માટે ખતરનાક છે.

સોનિયા ગાંધીએ કરી હતી આ અપીલ

સોનિયા ગાંધીએ અપીલ કરતા કહ્યું કે, “હું સરકારને દુનિયાની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીની રાજનીતિમાં FB અને અન્ય સોશિયલ મીડિયા દિગ્ગજોના વ્યવસ્થિત પ્રભાવ અને હસ્તક્ષેપને સમાપ્ત કરવા વિનંતી કરું છું.

તેમણે કહ્યું કે તે પક્ષો અને રાજકારણથી પર છે. સત્તામાં જે પણ હોય, આપણે આપણી લોકશાહી અને સામાજિક સમરસતાની રક્ષા કરવાની જરૂર છે.

[quads id=1]

Related Articles

Back to top button