વડોદરામાં એક જ પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાં 1 બાળકી સહિત ત્રણના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરાના સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરના મોભીએ જ 100 નંબર પર પોલીસને ફોન કરીને આ જાણ કરી હતી કે આ પ્રકારની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાતિ સોસાસટીમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા છે.
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામુહિક આપઘાત પ્રયાસ કર્યો છે. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3ના મોત થયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે.
સોની પરિવારને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય હતો. દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી. પરિવારે મકાન વેચી નાખ્યું હતું બાદમાં મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાખી હતી. જોકે પ્રાથમિક તારણ અનુસાર, સમગ્ર પરિવાર આર્થિક ભીંસમાં હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમણે સમગ્ર ઘટનાની વિગતો મેળવીને તપાસ હાથ ધરી છે. ઘરના મોભીએ સહિત 6 સભ્યોના આપઘાતના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જેમાં એક નાની બાળકી અને બે પુરૂષોના મોત થયા છે. ઇમરન્જલી 108 ઘટના સ્થળે પહોંચી છે. 3 મૃતકોના મૃતદેહની તપાસ કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જ્યારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર પરિવારે આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ તપાસ શરૂ કરી રહી છે. મૃતકોની પાસેથી દવાની બોટલ મળી આવી છે. જ્યારે આ પરિવારના લોકો દવા ક્યાંથી લાવ્યા હતા, જેવા તમામ પાસા અંગે તપાસ થશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…