આપણે બધા જ જાણીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે, પોષક આહારની સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. સારી ઊંઘ લેવાથી તમે મેદસ્વીતા અને તનાવથી દૂર રહેશો. ચાલો જાણીએ કે ઊંઘ દ્વારા જાડિયાપણું કેવી રીતે ઘટાડી શકાય છે.
આપણે બધા જાણીએ છીએ કે તંદુરસ્ત શરીર માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેમ છતા, તેના ફાયદાઓને અવગણીને, આપણે મોડી રાત સુધી જાગતા રહીએ છીએ અને સવારે વહેલા જાગી ને પોતાના કામ પર જતા રહીએ છીએ. ઊંઘ પુરી ન થવા ને કારણે, બોડી માં માસ ઇન્ડેક્સ વધવાનું શરૂ થાય છે.
કદાચ તમે જાણતા નહી હોવ કે જ્યારે તમે સુતા હોવ ત્યારે પણ મગજ ઊંઘતુ નથી. તે શરીરને રિપેર કરવાનું કામ કરે છે. જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમારું મન શાંત રહે છે. પરંતુ શું તમે જાણો છો કે સારી ઊંઘ કરવાથી વજન ઓછું થાય છે. સારી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
યૂનિવર્સિટી ઑફ પેનસિલવેનિયામાં સાઇકોલોજીના આસિટન્ટ પ્રોફેસર ફિલિપે કહ્યુ કે બપોરની ઉંઘ આળસ દૂર કરે છે સાથે જ ઓવરઓલ પરફૉમન્સ પણ સુધારે છે. બપોરે ઉંઘવાથી શરીરની ઇમ્યૂનિટી વધે છે અને તેનાથી હૃદય રોગનું જોખમ પણ ઘટે છે.15-30 મિનિટ સુધી ઉંઘવાથી આળસ દૂર થાય છે.
પરંતુ જો તમે માનસિક રીતે થાકેલા હોવ તો 90 મિનિટ સુધી ઉંઘવું જોઈએ. આટલીવારમાં તમે ગાઢ નિંદ્રામાં જઈને જાગી શકો છો પરંતુ જો તમે આ અવસ્થાની વચ્ચે જ જાગી જાઓ છો તો તમને વધારે થાક લાગી શકે છે. રિસર્ચ અનુસાર વર્કઆઉટની પછી તરત જ ઉંઘવું યોગ્ય નથી.
વર્કઆઉટ કર્યા પછી મગજ ઝડપથી કામ કરે છે એટલે કે ઊંઘ આવવામાં મુશ્કેલી થશે. વર્કઆઉટ કર્યાના ઓછામાં ઓછા 2 કલાક બાદ જ ઊંઘવું જોઇએ.જો તમને બપોરે ઊંઘવાની જરૂર ના લાગતી હોય તો ના ઊંઘવું. દરેક જણને બપોરે સૂવાથી ફાયદો થાય તે જરૂરી નથી. કેટલાક લોકોનું શરીર દિવસ-રાતની સાઈકલને અનુસરે છે એટલે તેઓને બપોરે ઓછી ઊંઘ આવે છે.
પૂરતી ઊંઘ ન લેવાનાં કારણે ચયાપચય અને હોર્મોન્સમાં પરિવર્તન આવે છે. આને કારણે, તમને વધુ ભૂખ લાગે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઓછી થાય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે સારી ઊંઘ કરીને વજન કેવી રીતે ઓછું કરી શકાય છે.
સારી ઊંઘ તમારા ચયાપચય એટલે કે મેટાબોલિઝમ ને વેગ આપવાનું કામ કરે છે. તે લોકો નું મેટાબોલિઝમ વધું સારું હોય છે જે પૂરતી ઊંઘ લે છે. પૂરતી ઊંઘ ન લેવા નાં કારણે મેટાબોલિક ડીશ રેગ્યુલેશન થઈ જાય છે, જેનાથી હ્રદય સંબંધી રોગો, સ્ટ્રોક અને ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ વધી જાય છે.
પૂરતી ઊંઘ લેવાથી તણાવ દૂર થાય છે. પૂરતી ઊંઘ ન લેવાની અસર તણાવ અને મેદસ્વીપણા પર દેખાય છે. અતિશય તણાવ ના લીધે, તમે વધુ ખોરાક લો છો, જેના કારણે વજન વધવાનું શરૂ થાય છે.તમારે તમારા શરીરને રિચાર્જ કરવાની જરૂર છે. ભલે મગજ પૂર્ણ સમય કામ કરે છે પરંતુ તેને પણ બ્રેક ની જરૂર હોઈ છે. ઊંઘ લેવાથી મગજને બ્રેક મળે છે. આખો દિવસ કામ કરવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમે યોગ્ય રીતે કામ કરી શકશો નહીં.
જો તમે રાત્રે સારી ઊંઘ લો છો, તો તમે સવારે તરોતાજા થઈ ને ઉઠો છો.સૂતા સમયે, તમારું શરીર એનર્જી બચાવી રાખે છે જેનો ઉપયોગ તમે તમારા કામમાં કરો છો. પૂરતી ઊંઘ લીધા પછી તમે એનર્જી થી ભરપૂર હોવોનું અનુભવશો.ઈમ્યુનિટીલબૂસ્ટરનું સંતુલન જળવાય રહે છે. જો તમ પૂરતી ઊંઘ લેતા નથી તો પછી તમે ઝડપથી વાયરસ અને ચેપની પકડમાં આવી શકો છો.
સારી ઊંઘ લેવાથી, તમારી ઈમ્યુનિટી સંતુલિત રહે છે, જેના કારણે તમે વાયરસ અને ચેપના જોખમથી સુરક્ષિત રહો છો.સારી જીવનશૈલી માટે દિવસમાં 7 થી 9 કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમને વજન ઘટાડવાની સાથે અન્ય ફાયદા પણ આપશે. સારી રીતે સૂવા માટે તમારી આ આદતોમાં તમારે ફેરફાર કરવો પડશે.
કેફીનનું સેવન ઘટાડો કરો રાત્રે મોડે સુધી ફોન અને ગેજેટ્સ પર સમય ન વિતાવો. ખોરાકમાં વધુ માત્રામાં ફાઈબર લો. પોતાને હાઇડ્રેટેડ રાખો.સ્ટ્રેસ ન લેવો,નિયમિત યોગ કરવો.રાત્રે મોડે સુધી ટીવી જોવા નું ટાળો. વહેલા સુવા ની આદત પાડો, વહેલા ઊંઘશો તો પૂરતી ઊંઘ લેવાશે. સુતા પહેલા પચવા માં ખુબ જ ભારે હોય એવો ખોરાક ન લો પણ હળવો ખોરાક લો.સૂતા પહેલા હાથ ની હથેળી અને પગની નીચે ઘી લગાવવાથી સારી ઊંઘ આવે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…