શું તમારે સ્કીન વ્હાઈટ કરવી છે? તો ડાયટમાં શામિલ કરો આ જ્યુસ
આ જ્યુસ તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવશે
દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે, તેમની ત્વચા ચમકદાર બને. ગમે તેટલી દવાઓ લઈ લો પરંતુ સ્કીન નેચરલી ગ્લો કરતી નથી. પરંતુ કેટલાક એવા જ્યુસ અને દેશી ઉપચારો હોય છે કે જેના દ્વારા તમે તમારી સ્કીનને નેચરલ ગ્લો આપી શકો છો.
ગાજર અને બીટનું જ્યુસ
બીટ પોષક તત્વોનું એક પાવર હાઉસ છે. બીટનું જ્યુસ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ હોય છે. કેટલાક લોકો એવા પણ છે કે જે આ જ્યુસની સાથે ગાજર મિક્સ કરવાનું પણ પસંદ કરે છે. બીટ અને ગાજરનું જ્યુસ શરીરને ડિટોક્સીફાઈ કરે છે, કારણ કે બીટમાં બીટેન હોય છે કે જે લીવરના સ્વાસ્થ્યને વધારે સારું બનાવે છે. ગાજર પણ શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. બીટ અને ગાજર બંન્ને સુપરફૂડ છે કે જે આપણા શરીરમાં સોજાને ઓછો કરે છે. આ જ્યુસ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે અને વિટામીન એ અને સીનું એક સમૃદ્ધ સ્ત્રોત હોવાના કારણે આપની સ્કીન ગ્લો કરે છે.
લીલા સફરજન અને દાડમનું જ્યુસ
લીલું સફરજન અને દાડમનું જ્યુસ બંન્ને જ કેટલાય પ્રકારના લાભ આપે છે. આ આપની ત્વચાની ગુણવત્તામાં ઘણો સુધારો કરે છે. દાડમનું જ્યુસ અને લીલા સફરજનમાં ભરપુર માત્રામાં વિટામીન સી, એન્ઝાઈમ અને અન્ય એન્ટીઓક્સીડન્ટ હોય છે કે જે આપની ત્વચાને સારી રાખે છે અને તેને ગ્લોઈંગ બનાવે છે. આ વિટામીન એક એન્ટી ઈન્ફ્લીમેન્ટરી એજન્ટ તરીકે કામ કરે છે કે જે ખીલ અને બ્લેક ડોટ્સને ચહેરા પરથી ઓછા કરે છે.
પપૈયા, કેરી અને લીંબૂનું જ્યુસ
પપૈયાનું ફેસપેક ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયાનું જ્યુસ સ્કીન માટે ખૂબ જ લાભદાયક છે. આ ફળમાં એન્ઝાઈમ હોય છે કે જે આપની ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. ત્વચાને હાઈડ્રેટ કરે છે. કાકડી આપની ત્વચાને ઠંડક પ્રદાન કરે છે અને લીંબુ એક ડિટોક્સિફાઈંગ એજન્ટ તરીકે કામ કરે છે. આ ડ્રિંક આપના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને વધારે છે અને આપની ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.