સિવિલ હોસ્પિટલ માં ડોકટરો ની મદદ માટે 30 થી વધુ સ્વયંસેવકો આગળ આવ્યા.
સુરતમાં રોજબરોજ વધી રહેલા કોરોના ના કેસો એ લોકો માં દર નો માહોલ ઊભો કર્યો છે અને ખરેખર લોકો ને સાવચેત બનવાની જરૂર છે. જે સ્મશાન 12 કલાક ખુલ્લા રહેતા હતા ત્યાં આજે 24 કામ શરૂ રાખવામાં આવે છે. મિત્રો હાલ ની ગંભીર પરિસ્થિતિ જોઈ ને તમને ખ્યાલ આવી જ ગયો હશે.
આવા કપરા સમય વચ્ચે સિવિલ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડૉક્ટરી તેમજ નર્સો ના સ્ટાફ ઘટી રહ્યા છે, એકતરફ આખું શહેર કોરોના સામે લડી રહ્યું છે અને બીજી તરફ ડોકટરો જીવના જોખમે લોકોને બેઠા કરવા દિનરાત દવાખાના માં રહીને લોકોની સારવાર કરી રહ્યા છે. અમુક નેતા ઓ આવા સમયમાં પણ ઈન્જેકશનના નામે રાજનીતિ કરી રહ્યા છે અને બીજી તરફ અમુક નેતાઓ દવખાના માં દર્દીઓ ની વચ્હે રહી ને તેમની સેવા કરવાની શરૂઆત કરી છે.
આજે રવિવાર ના દિવસે ન્યુ સિવિલ હોસ્પિટલ માં આપ યુથ સુરત પ્રમુખ પંકજ ધામેલીયાની આગેવાનીમાં ચાર ડોકટર અને બે મહિલા નર્સ સાથે 50 થી વધુ આપપાર્ટી ના યુવાનો કોરોનાના દર્દીની સેવા જેવી કે દર્દીઓ ને ઉત્સાહ પૂરો પડવો, દર્દીઓને ખાવાની વ્યવસ્થા માટે ટિફિન પહોંચાડવા, દર્દીઓના ડાયપર ચેન્જ કરવા, દર્દીઓને તેમના સગાવ્હાલા સાથે ફોન પર વાત કરાવવી વગેરે સેવા કરવા માટે યુવાનો જોડાયા હતા. આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, આમ આદમી પાર્ટી સુરત શહેર યુથ વિંગ પ્રમુખ પંકજ ઘામેલીયા, દર્શિત કોરાટ સહિતના પદાઘીકારીઓ અને 30 થી વધુ કાર્યકર્તાઓ સુરતની સિવીલ હોસ્પિટલ ખાતે આવેલ COVID-19 સેન્ટરમાં સેવામાં જોડાયા છે.
પ્રમુખ પંકજ ધામેલીયા એ વધુ જણાવ્યું હતું કે, આજદિન સુધી સુરત હંમેશા સેવા માટે આગળ રહ્યું છે આજે સુરતને બચાવવા માટે બધા જ લોકો એ એકબીજા ની મદદની જરૂર છે. સિવિલમાં હાલ સ્ટાફની અછત છે અને કોરોનાના કહેર ખતરનાક છે. સિવિલમાં ખૂબ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે, ત્યારે દર્દીઓને અગવડતા ના પડે અને દર્દીઓ જલ્દી થી સારા થાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.